ગુજકેટની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર 

New Update
ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર થઈ

4 એપ્રિલને બદલે હવે 23 એપ્રિલે લેવાશે

સીબીએસઈના ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફારને લીધે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ઇજનેરી ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષામાં તારીખમાં ફરી ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગઈ કાલે કરાયેલા પરિપત્ર મુજબ ગુજકેટની પરીક્ષા 4 એપ્રિલને બદલે 23મી એપ્રિલે લેવાશે,

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા ધો 12 સાયન્સના એ બી અને એબી ગ્રુપના વિધાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા અગાઉ 30 મી માર્ચે લેવાનાર હતી,પરંતુ 30 મી માર્ચે સીબીએસઈની પરીક્ષા હોવાથી ગુજરાત શિક્ષણ બોર્ડ થોડા દિવસ પહેલાં તારીખ બદલીને 4 એપ્રિલ કરી હતી.પરંતુ સીબીએસઈ દ્વારા ધો 12ના પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરાતા 4થી એપ્રિલે કરી હતી.

પરંતુ સીબીએસઈ દ્રારા ધો 12ના પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરાતા 4થી એપ્રિલે ધો 12 સાયન્સના વિધાર્થીઓની એક વિષયની પરીક્ષા રાખી હોવાથી ગુજરાત શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષામાં ફરી ફેરફાર કરવો પડ્યો છે.

કારણકે ગુજકેટની પરીક્ષા ગુજરાત બોર્ડ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ એટલે કે સીબીએસઈના વિધાર્થીઓ પણ આપતા હોય છે,જેથી 4થી એપ્રિલને બદલે હવે 23મી એપ્રિલે લેવાશે, હજુ સુધી ગુજકેટની પરીક્ષા માટેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું નથી.

Latest Stories