ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે ૧૩ IPSને પ્રમોશન આપ્યા

New Update
રાજકોટઃ મેટોડા GIDCમાં નકલી બોમ મુકનારની પોલીસે કરી અટકાયત

ગૃહ વિભાગે ૬ ડીએસપીને સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે બઢતી આપી

  • ૨૦૦૪ની બેંચના આઇપીએસ અધિકારીઓને પ્રમોશનમાં ભરૂચ એસપી સંદિપ સિંઘને ડીઆઇજીનું પ્રમોશન

ગુજરાત રાજ્યના ૧૩ ઉચ્ચ આઇપીએસ અધિકારીઓને લાંબા સમયની રાહ જોયા બાદ સરકાર દ્વારા પ્રમોશન આપવામાં આવ્યા છે. તેમાં પણ પ્રમોશન સાથે તેમની ટ્રાન્સફર આપવામાં ન આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ગૃહ વિભાગે ૬ ડીએસપીને સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે બઢતી આપવામાં આવી છે. ત્રણ ડીઆઇજીને આઇજીપી અને ચાર આઇજીપીને એડીજીપીના પ્રમોશન અપાયા છે. તેમાં પણ એસએસપી એટલે કે, સિનિયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસને ડીઆઇજીના પ્રમોશનથી વંચીત રખાયા છે. લાંબા સમયથી બદલીઓની કાગડોળે બદલીઓની રાહ જોતા અધિકારીઓને ફરી એક વાર નીરાશા મળી છે.

ગુજરાત રાજ્યના ૧૯૯૩ની બેંચના અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર જે.કે.ભટ્ટ, સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક ડો. નિરજા ગોટરૂ રાવ, હસમુખ પટેલ અને જી.એસ.મલિકને એડીડીજીનુ પ્રમોશન અપાયુ છે. બીજી તરફ વર્ષ ૨૦૦૨ની બેંચના સુરતના ડી.બી.વાઘેલા, એમ.એમ.અનારવાલા અને નિપૂર્ણા તોરવણેને આઇજીપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. વધુમાં ૨૦૦૫ની બેચના છ આઇપીએસ અધિકારીઓને પ્રમોશન અપાયા છે.

જેમાં એટીએસના હિમાંશુ શુકલા, ખેડા એસપી મનિન્દરસિંગ પવાર, કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા રાગવેન્દ્ર વત્સ, દાહોદ એસપી પ્રેમવીરસિંગ, કચ્છ એસપી એમ.એસ. ભરાડા અને સુરત જેલ સુપ્રીટેન્ડન્ટ એચ.આર.ચૌધરીને એસએસપી તરીકે પ્રમોશન અપાયા છે. જોકે તમામ અધિકારીઓને પ્રમોશન આપી હાલ તે જ જગ્યા પર યથાવત રખાયા છે અને તે પોસ્ટને અપગ્રેડ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી આઇપીએસ અધિકારીઓ બદલીઓની રાહ જોઇ રહ્યા છે પરંતુ બદલીઓ ન થતાં અધિકારીઓમાં નીરાશાનુ મોજુ ફરી વળ્યું છે.

  • ૨૦૦૪ની બેચના એસએસપીઓને પ્રમોશન સાથે બદલી મળશે

૨૦૦૪ની બેચના પાંચ આઇપીએસને પ્રમોશન સાથે બદલી આપવામાં આવશે. જેમાં અમદાવાદ કન્ટ્રોલ રૂમના ડીસીપી એચ.આર. મુલીયાણા, ભરૂચ એસપી સંદિપ સિંઘ, બરોડા ડીસીપી સચીન બાદશાહ, બરોડા ડીસીપી ગૌતમ પરમાર અને સીબીઆઇમાં ડેપ્યુટેશન પર ગયેલા ગગનદીપ ગંભીરનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને એસએસપીથી ડીઆઇજીના પ્રમોશન સાથે જેતે સ્થળે બદલી કરવામાં આવશે. ડીસીપીની જગ્યાએ ડીઆઇજીને ન રાખી શકાય તે આશયથી તેમના પ્રમોશન અટક્યા હોવાનુ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે.

  • PIટુ DYSPના પ્રમોશન પણ અટક્યા

છેલ્લા અડધા વર્ષથી ૨૨ એસીપીને એડી. ડીસીપીના પ્રમોશન તો આપી દેવાયા છે પરંતુ તેમને પણ પોસ્ટીંગ અપાયા નથી. તેવામાં ૨૦૦૧ની બેંચના પીઆઇઓને પણ ક્લીયરન્સ પુછાઇ ગયા છે. તેમની જ બેચના અમુક અધિકારીઓને ડીવાયએસપીના પ્રમોશન આવી સાથે પોસ્ટીંગ પણ મળી ગયા છે. ત્યારે બાકી રહેલા અધિકારીઓને પ્રમોશન ન મળતા તેઓ રાહ જોઇ બેસી રહ્યા છે.

Latest Stories