New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/2-3.jpg)
ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પુલ પરથી નદીમાં ખાબકી
રાજકોટના ગોંડલના વાસાવડ ગામમાં એક છકડો રિક્ષા નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/1-15.jpg)
ઘટનાની મળતી વિગત મુજબ ગોંડલના વાસાવડ ગામમાંથી એક છકડો રિક્ષા પુલ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન રિક્ષા ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પુલ પરથી નદીમાં ખાબકી હતી. રિક્ષામાં સવાર ૧૦લોકોમાંથી ૨ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. જ્યારે ૮ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Latest Stories