/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/ganjo-1.jpg)
ઓરિસ્સાથી ગાંજો ભરી સુરત આવેલી ટ્રકમાંથી ૭૦૩ કિલો ગાંજો મળી આવ્યો છે. આ મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ગુજરાતમાં ગાંજાનું સોથી મોટું નેટવર્ક ઝડપાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર આ પહેલા આરોપીઓ ત્રણ વાર મોટી માત્રામાં ગુજરાતમાં ગાંજો ઘુસાડી ચુક્યા છે. જોકે ચોથી વાર ગાંજો સપ્લાઇ કરતા પહેલા પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/ganjo.jpg)
ઓરિસ્સાથી ટ્રકમાં મોટા પ્રમાણમાં ગુજરાતમાં ગાંજાની હેરાફેરીનું નેટવર્ક સ્ટેટ વિજીલન્સની ટીમે ખુલ્લું પાડી દીધું છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી અને બાતમીના આધારે સ્ટેટ મોનિટરીગ સેલ અને સુરત જીલ્લાની પોલીસ કામે લાગી હતી ત્યારે બાતમીવાળી ટ્રક સુરત જીલ્લાના કોસંબા નજીક નેશનલ હાઈવે આઠ પર આવેલ આવકાર હોટલના પાર્કિંગમાંથી મળી આવી હતી. જેની તપાસ કરતા ટ્રકના ચોર ખાનામાંથી ૭૦૩ કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ડ્રાયવર, કલીનરની ધરપકડ કરી અને બેને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં સુરત ગ્રામ્ય એલ.સી.બી, સી.પી.આઈ કે.ડી. રાઠોડ, તેમજ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ વધુ તપાસ સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસ કરી રહી છે.
ઓરિસ્સાથી પહેલા ટ્રેનમાં ગાંજો સગેવગે કરાતો હતો પરંતુ રેલ્વે પોલીસે અવારનવાર મોટા પ્રમાણમાં ગાંજો પકડ્યો
છે ત્યારે ગાંજો મોટા પ્રમાણમાં ટ્રકમાં ચોરખાનું બનાવી સુરતને નસીલું બનાવવાનું સ્વપ્ન સેવતા ડ્રગ્સ માફિયાઓ હવે બીજો રસ્તો અપનાવ્યો છે. પરંતુ હવે તેમાં પણ સફળતા મળી નથી કારણ કે સ્ટેટ મોનીટરીંગ સેલ એક્ટીવ હોવાથી ગાંજો સુરતમાં સગેવગે થાય તે પહેલા પર્દાફાસ કરી દેતા સન્નાટો જોવા મળી રહ્યો છે ત્યારે હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે ઓરિસ્સાથી ગાંજો કોણે અને સુરતમાં ક્યાં પોહ્ચાડવાનો હતો એ દિશામાં તપાસ કરી રહી છે.