ગોધરા : ઓપરેશન કોડીન પ્રકરણમાં પી.આઈ.એ આર.કે મેડીકલ એજન્સીના માલીકની કરી ધરપકડ 

New Update
ગોધરા : ઓપરેશન કોડીન પ્રકરણમાં પી.આઈ.એ આર.કે મેડીકલ એજન્સીના માલીકની કરી ધરપકડ 

ગોધરા શહેરમાં યુવાધનને કોડીન સીરપના નશાના રવાડે ચઢાવનારા ગંભીર કૃત્યોને પર્દાફાશ કરવા માટે મક્કમ બનેલા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલના ઓપરેશન કોડીન અંગેના સખ્ત આદેશોના અમલમાં કોડીન સીરપના ગેકાયદેસર જથ્થાબંધ વેચાણ કરનાર મકનકુવા આગળ આવેલ આર.કે.મેડીકલ એજન્સીના માલિક રમઝાની અલ્લી ની "બી" ડિવિઝન પો.સ્ટે.ના પી.આઈ. એચ.સી.રાઠવાએ ગત સાંજે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ગોધરા શહેરના યુવાધનને કોડીન સીરપના નશામાંથી મુક્ત કરવા માટે પોલીસ તંત્રએ હાથ ધરેલા અભિયાનમાં ન્યુ ગુજરાત મેડીકલ સ્ટોરના સંચાલક શાહિદ મલાની ધરપકડ કર્યા બાદ ઓપરેશન કોડીનના પર્દાફાશ સાથે પ્રારંભથી ચર્ચાઓના દાયરામાં આવેલ આર.કે.મેડીકલ એજન્સીના માલીક રામઝાની અલ્લી કોડીન સીરપની બોટલોના ગેરકાયદેસર વેપાર કરીને કેટલાક મેડીકલ સ્ટોર્સના માલીકો અને કોડીનના અંધારી આલમના વેપારી એજન્ટોને આપતો હોવાની હકીકતો સામે આવતા પોલીસ તંત્રએ આ આર.કે.મેડીકલ એજન્સીના પગથિયા ચઢવા પડ્યા હતા.

આ તપાસ દરમિયાન આર.કે.મેડીકલ એજન્સીના માલીક શંકાના દાયરામાં આવ્યો હતો. ગોધરા "બી" ડિવિઝન પોલીસ દ્વારા ન્યુ ગુજરાત મેડીકલ ના સંચાલકની ધરપકડ બાદ ગત સાંજે કોડીન સીરપના જથ્થાબંધ વેપારના વ્યવહારો ચકાસણી બાદ "બી"ડિવિઝનના પી.આઈ. એચ.સી.રાઠવાએ મંગળવારની સાંજે આર.કે.મેડીકલ એજન્સીના માલીક રમઝાની અલ્લીની ધરપકડ કરી આજ રોજ કોર્ટ સમક્ષ રજુ કરી બે દિવસના રિમાન્ડ મંજુર કરાવ્યા હતા

નારકોટિક્સ શ્રેણીમાં આવતી કોડીન સીરપના વેચાણ અંગેના કાયદાઓ સખ્ત છે અને આ ચકાસણી કરવાની ફરજ ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીના કાર્ય ક્ષેત્રમાં આવતી હોય ભૂતકાળમાં આજ કોડીન સીરપના વેચાણ વ્યવહારો અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરીના હાથમાં આવ્યા ત્યારે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના અભાવમાં આ કોડીન સીરપ નો ગેરકાયદેસર વેપાર દરરોજ સાંજે પૂરબહારમાં ખીલતો અને યુવાધન કોડીનના નશામાં ઝૂમતું દેખાતું હતું!

Latest Stories