Connect Gujarat
દેશ

ચીની સૈનિકો પર નજર રાખવા આઇટીબીપીને સેટેલાઇટ મદદ કરશે

ચીની સૈનિકો પર નજર રાખવા આઇટીબીપીને સેટેલાઇટ મદદ કરશે
X

ડોકલામ વિવાદ વચ્ચે હવે સરહદે ભારતીય સૈન્યને વધુ સક્ષમ બનાવવાના પ્રયાસો જારી છે. ચીન સરહદે તૈનાત આઇટીબીને આધુનીક બનાવવામાં આવી રહ્યું છે. અગાઉ એસયુવી અને સ્નો સ્કૂટર વગેરે આપવામાં આવ્યા હતા. હવે એવા અહેવાલો છે કે આઇટીબીને સેટેલાઇટની સુવિધા પણ આપવામાં આવશે. આ સેટેલાઇટ દ્વારા સીધી નજર સરહદે રાખી શકાશે.

આ સેટેલાઇટને જીસેટ-6 તરીકે ઓળખવામાં આવે છે. આ સેટેલાઇટની મદદથી આકાશ માંથી ભારત પોતાની સરહદોની દેખરેખર રાખવા માટે સક્ષમ છે. હવે આઇટીબીપીને સીધા આ સેટેલાઇટ સાથે જોડાવામાં આવશે. જો કોઇ ચીની સૈનિક ભારતની સરહદમાં પ્રવેશ કરશે તો તેની સીધી માહિતી આ સેટેલાઇટની મદદથી આઇટીબીપીને મળી જશે. અને સૈન્યને એલર્ટ કરવામાં આવશે. યુદ્ધ સમયે પણ આ સેટેલાઇટ મદદરૃપ સાબીત થઇ શકે છે. પાકિસ્તાન સરહદે પણ આ સેટેલાઇટની મદદથી જ નજર રખાઇ રહી છે.

Next Story