/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/be80bab7-78d8-4169-a704-c1923167f7eb.jpg)
મકાન માલિકે પોતાના જ ઘરમાં ચોરી કરાવી ચોરીની ખોટી ફરીયાદ નોધાવી
ભરૂચ શહેરમાં આવેલ કબૂતરખાના વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોતાનાજ ઘરમાં ચોરી કરી ખોટી ફરિયાદ કરાવનાર મકાન માલકીને અને તેના મિત્રને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ગત તારીખ ૧૮/૬/૧૮ના રોજ જયેશ મણિલાલ ટેલર દ્વારા તે કબૂતરખાના વિસ્તારમાં મકાન નંબર ૧૧૮૭ માં પોતાના પરિવાર સાથે રહે છે અને તે કોઈ કામથી બહાર ગયા હોઈ તે દરમ્યાન કોઈ ઇસમો દ્વારા તેમના ઘરનો દરવાજો પાછળના ભાગેથી તોડી ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાં મુકેલ સાડા આઠ તોલા ચારસો ગ્રામ સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા ૨૫,૦૦૦ હજાર મળી કુલ ૧,૯૫,૦૦૦ રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવેલ હતી.
આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.સોલંકી અને તેમની ટીમે ચોરી વાળી જગ્યા પર જઈને ઝીણવટ ભરી તપાસ અને ડોગ સ્કોડની પણ મદદ લીધી હતી પરતું ચોરોનું કોઈ પગેરું ના મળતા આ ચોરી કોઈ જાણભેદુ દ્વારાકારાઈ હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ જણાયુ હતું.
ચોરી અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદી અને તેની પત્ની સુમિત્રા ટેલરની પૂછ-પરછ કરતાં મકાન માલિકની પત્ની સુમિત્રા પોલીસના શંકાના ઘેરામાં આવી હતી.જેની ઉલટ તપાસ કરતા તે ભાંગી પડી હતી અને તેણે જાતે જ પોતાના ઘરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
સુમિત્રા દ્વારા પોલીસ આગળ કબૂલાત કરવામાં આવી હતી કે, તેણે તેના મિત્ર જોડે રૂપિયા લીધા હોઈ તેને આપવાના હોઈ આ ચોરી કરી રૂપિયા તેણે તેના મિત્રને આપી દીધા હતાં. પોલીસે સુમિત્રા ટેલર અને તેમના મિત્ર અનિલ જાદવની અટકાયત કરી વધુ ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા સાથે વધુ તપાસ દાંડિયા બજાર પોલીસ ચોકીના મહિલા પી.એસ.આઈ એસ.જી.યાદવ ચલાવી રહ્યા છે.