છત્તીસગઢમાં સુરક્ષાબળો સાથેના એન્કાઉન્ટરમાં બે નકસલીઓના મોત

New Update
છત્તીસગઢમાં સુરક્ષાબળો સાથેના એન્કાઉન્ટરમાં બે નકસલીઓના મોત

છતીસગઢના દાંતીવાડા જિલ્લામાં સુરક્ષા બળોએ બે નકસલીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલા બંને નકસલીઓના માથે સરકારે 5 લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર શુક્રવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ કુટરેમ ગામના જંગલ નજીક કરાયું હતું. જિલ્લા રીઝર્વ ગાર્ડ ( ડીઆરજી) અને સ્થાનિક પોલીસની ટીમ નકસલી વિરોધી પ્રવૃતિઓ માટે કામગીરી કરી રહી હતી તે દરમિયાન આ એન્કાઉન્ટર કરાયું હતું. સુરક્ષાબળોના હાથે ઠાર મરાયેલા નકસલીઓની ઓળખ લાચુ મંડાવી અને પોડીયા તરીકે કરવામાં આવી છે. બંને નકસલીઓની માલનગીરી વિસ્તારની માઓઅીસ્ટ કમિટીના સભ્ય હતાં. તેમના માથા પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. તેમની પાસેથી 9 એમએમની પિસ્તોલ અને 12 બોરની રાઇફલ કબજે લેવામાં આવી છે.