છેલ્લા એક વર્ષમાં રાજ્યમાંથી 11,000 બાળકો ગુમ
BY Connect Gujarat15 Jun 2016 12:17 PM GMT
X
Connect Gujarat15 Jun 2016 12:17 PM GMT
રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં 11 હજાર બાળકો ગુમ થતાં હાઇકોર્ટમાં આ અંગેની જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.
આ મામલે હાઇકોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે બાળક ગુમ થાય અને તંત્ર તેને શોધવામાં નિષ્ફળ જાય તો તે ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે.
હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે જાહેરહિતની અરજીમાં સરકાર પર કરવામાં આવેલા આક્ષેપો અંગે ખુલાસો કરે.તેમજ ગુમ થયેલા બાળકોને શોધવા મટે સરકારે કયા પગલાં લીધા તે અંગે સોગંદનામું રજૂ કરવા પણ આદેશ આપ્યો હતો.
જોકે સરકાર દ્વારા આ અંગે જણાવ્યું હતું કે આ આંકડા ભ્રમિત છે,ત્યારે કોર્ટ દ્વારા સરકારને સાચા આંકડા રજુ કરવા પણ આદેશ કર્યો છે.
Next Story