New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/020294e9-7636-4746-b43e-17d6b7fd8120.jpg)
હાઇકોર્ટના ઓર્ડર અનુસાર બંધ બારણે ચૂંટણી પ્રક્રિયા પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી એન. આર. પટેલે હાથ ધરી.
૨૮ સભ્યોની પાલિકામાં ૧૦ ભાજપ ૧૦ કૉંગ્રેસ અને ૮ અપક્ષ સદસ્યો હાજર
ભાજપ તરફે પ્રમુખ પદ માટે કૌશલ્યાબેન પ્રવિનચંદ્ર દુબે, ઉપ્રમુખ પદ માટે રૂકસાનાબાનું હાસમભાઈ સૈયદ તથા કૉંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે મદીનાબેન યાસીનભાઈ મલેક અને ઉપ્રમુખ પદ માટે સઈદભાઈ કાલુભાઈ મલેકે પણ ઉમેદવારી નોંધાવી.
મહિલા અપક્ષ સદસ્ય સમીનાબેન મલેકના રાજીનામાં બાબતે થયેલા વિવાદમાં સમીનાબેને હાઇકોર્ટમાં રિટ દાખલ કરતા હાઇકોર્ટના આદેશ અનુસાર પ્રમુખ ઉપ્રમુખની ચૂંટણીનું રિજલ્ટ જાહેર ન કરી શીલ બંધ કવરમાં હાઇકોર્ટમાં સબમીટ કરવાનું હોય પ્રમુખ ઉપ્રમુખ તરીકે કોણ વિજેતા થયા તે અત્યારે રહસ્ય રહેતા નગરજનોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
Latest Stories