/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/02-4.jpg)
આજના આ યુગમાં ભાઈ-ભાઈનું નથી થતું, દીકરો બાપનું નથી થતું, કોઈ એકબીજા ઉપર ભરોષો કરતો નથી ત્યાં જંબુસર શહેરના ઢોળાવ ફળિયા વિસ્તારના પટેલ પરિવારે મુસ્લિમ ટ્રસ્ટ કાદરીયા મદરેસાની ખેતી માટે ખેડવા લીધેલ જમીન પરત કરી છે.
જંબુસર કાદરીયા મદરેસાની રે.સ.નં. ૩૭૦૫ ની જમીન ઢોળાવ ફળિયાના રહીશ રાજેશભાઈ દેસાઈભાઈ પટેલના પાસે કબ્જો ભોગવટામાં ઘણા વર્ષોથી હતી. અને તેઓ ખેતી કરતા હતા. ત્યારે રાજેશભાઈ એ વર્ષો જૂનો કબ્જો છોડી આ જમીનને સંપૂર્ણ તેમજ સ્વતંત્ર કબજા હક્ક સહિત કોઈપણ જાતનો લોભ-લાલચ કે રૂપિયા લીધા વગર કાદરીયા મદરેસાને પરત કરેલ છે. જે ખરેખર સરાહનીય અને બિરદાવવા લાયક છે. ત્યારે તેઓની પ્રામાણિકતા તેમની દરિયાદિલી કામગીરીને અમારી ચેનલ તરફથી પટેલ પરિવારને સલામ છે.
આ પ્રસંગે મદરેસાના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રાજેશભાઈ, જેન્તીભાઇ, મનહરભાઈ અને વિનોદભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતી.ત્યાગ અને બલિદાનની ભાવના બદલ અંતકરણપૂર્વક કૃતજ્ઞતા અને આભારની લાગણી વ્યક્ત કરી ઉત્તરોઉત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.