/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/4.jpg)
જામનગર માં એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે પટેલ યુવક ની હત્યા ના બનાવ બાદ એસ,પી શરદ સિંઘલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જયાં રાજવીર કૉમ્લેક્સમાં ઓરેંજ ઇન્ટરનેશનલ કુરિયર અને કાર્ગોની દુકાનમાં જે જગ્યા પર કાઉન્ટર પર જ હત્યા કરવામાં આવી હતી.
જામનગરમાં મોડીરાત્રે એસટી ડેપો પાસે આવેલા રાજવીર કૉમ્લેક્સમાં એક યુવકની હત્યા થતા સનસનાટી મચી જવા પામી હતી.પ્રાથમિક અહેવાલ મુજબ હત્યા પૈસાની લેતી દેતી બાબતે થયાનું મનાય છે.આ અંગેની વિગત મુજબ એસટી ડેપો પાસે આવેલા રાજવીર કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓરેન્જ ઇન્ટરનેશનલ કુરિયર એન્ડ કાર્ગો નામની દુકાનમાં ડેનિશ પટેલ નામના ૪૧ વર્ષના યુવાનની કરપીણ હત્યા કરાઈ હરદેવ સિંહ નામના યુવાનએ હત્યા કરી હતી. આ હત્યાની ઘટના બાદ મારનાર હરદેવસિંહએ ૧૦૮ને કરી જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ હત્યાની જાણ થતા એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી વિડીયો તેમજ હાજર લોકોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.