New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/256.jpg)
જામનગરના નારાણપર ગામે ખાનગી બસ વળાંક વાળવા જતા બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર ૨૦ પેસેન્જરો ને સ્થાનિકો દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા.
જામનગરમાં બપોરના સમયે નારાણપર ગામ પાસેના એક વળાંક પર ખાનગી બસ વળાંક વાળવા જતા અચાનક પલટી ખાઈ રોડની નીચે ઉતારી ગઈ હતી। બસમાં સવાર પેસેન્જરો માંથી આશરે ૨૦ જેટલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ થઇ હતી. ઘટનાની જાણ બાજુમાં જ આવેલા નારાણપર ગામમાં થતા ગામવાસીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી પેસેન્જરોને બસ ના કાચ તોડી બસમાંથી બહાર કાઢ્યા હતા.પોલીસ તેમજ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ઈજાગ્રસ્તો ને તાત્કાલિક શહેરની ગુરુગોવિંદસિંહ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
Latest Stories