Connect Gujarat
ગુજરાત

જામનગર : મહાનગરપાલિકા વિસસ્તારના લોકોને ટેક્ષમાં રાહત આપવાની યોજાનો થયો ફિયાસ્કો

જામનગર : મહાનગરપાલિકા વિસસ્તારના લોકોને ટેક્ષમાં રાહત આપવાની યોજાનો થયો ફિયાસ્કો
X

જામનગર મહાનગરપાલિકાની નગર સીમ વિસ્તારમાં રહેતા લોકોને ટેક્સમાં રાહત આપવાની યોજનાનો ફિયાસ્કો સાત કરોડની સામે માત્ર 30 લાખનો વેરો મળતા મહાનગરપાલિકાના શાસકો મુશ્કેલીમાં મુકાયા સરકાર દ્વારા ઉઘરાવતા ટેક્સ સામે વિસ્તાર ના લોકો ને સુવિધા નો અભાવ ના લીધે સ્થાનિકોએ એબીપી અસ્મિતા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં જ જામનગરના જે મહાનગરપાલિકાની હદમાં આવી જતાં આ નગર સીમ વિસ્તારના લોકોને ટેક્સમાં રાહત આપવા માટે રીબેટ યોજના જાહેર કરી હતી કુલ ૧૦,૨૯૧ આસામીઓ પાસેથી મહાનગરપાલિકાને ૭ કરોડ ૩૦ લાખ રૂપિયાનો ટેક્સ થાય છે જેના માટે મહાનગરપાલિકાએ યોજના જાહેર કરી હતી પણ જેને કારણે આ યોજના નો ફિયાસ્કો થયો છે જામનગર મહાનગર પાલિકા ના ચીફ એકાઉન્ટ ઓફિસર એ પણ આ બાબતે સ્વીકાર્યું છે કે નગરસીમ વિસ્તારો માં પુરતી સુવિધાઓ આપવામાં નથી આવતી જેએમસી પાસે પુરતા નાણા નો અભાવ અને તમામ કામ ગ્રાન્ટ આધારિત હોવાથી જેમ જેમ ગ્રાન્ટ આવે છે તેમ તેમ વિસ્તાર ના વિકાસ ના કામો કરવામાં આવે છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="81057,81058,81059,81060,81061,81062,81063,81064"]

રીબેટ યોજના અંગે નગર સીમ વિસ્તારના આસામીઓએ મહાનગરપાલિકા ઉપર આક્ષેપ કર્યો છે કે નગરસીમ વિસ્તારો મહાનગરપાલિકામાં ભળી ગયા બાદ પણ આ વિસ્તારોમાં સફાઇ તેમજ લાઇટ અને પાણીની પુરતી સુવિધાઓ મળતી ના હોય આ વિસ્તારના લોકો કરવાથી દૂર રહ્યા છે પણ આ મુદ્દાને રાજકીય રંગ આપી અને અન્ય વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં સુવિધાઓ આપવા માટે શાસકો ઉપર દબાણ લાવ્યું છે.

એક તરફ જ્યારે જામનગર મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે લોકો પાસેથી આવતો ટેક્સ જ એકમાત્ર વિકાસ માટે આવકનું સાધન હોય લોકો જ્યારે યોજના જાહેર કર્યા પછી પણ ટેક્સ ભરવા થી દુર ભાગતા હોય ત્યારે શાસકોએ પ્રજાના પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ લાવી અને લોકો ટેક્સ ભરે તે પ્રકારના પ્રયાસો કરવા જોઇએ સાત કરોડની યોજના સામે માત્ર ૩૧ લાખનો મહાનગરપાલિકા પણ મૂંઝવણમાં મૂકાઇ છે નગરસીમ વિસ્તારો માટે મહાનગર પાલિકા પાસે પૂરતા પ્રમાણમાં નાના હોય આગામી દિવસોમાં આ સમસ્યા મહાનગર પાલિકાના અંદાજપત્રમાં પણ જોવા મળે તેવું ચર્ચાઈ રહ્યું છે.

Next Story