/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/vlcsnap-5115-07-12-01h43m06s438.png)
જામનગરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનાં આયોજનમાં કેબીનેટ મંત્રીનાં હસ્તે શહેરની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા અને વ્યક્તિ વિશેષ કે જે સમાજમાં યોગદાન આપ્યું હોય. તેમના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં કરણસિંહ માનસિંહ જાડેજા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના છઠા દિવસે કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ ના અધ્યક્ષ સ્થાને સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ કે જેમણે સમાજ માં યોગદાન આપ્યું હોય અને જેમનામાંથી પ્રેરણા મળે તેવા લોકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ, વાછારાજ ગૌસેવા ટ્રસ્ટ, નવાનગર નેચર ક્લબ, રણછોડદાસજી આશ્રમ, પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, વિક્રમસિંહ ઝાલા, ડોકટર વી.એલ. રાજાણીનું વ્યક્તિ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરનાં લોકોને પ્રેરણા મળે અને સેવાકીય કાર્ય કરનારને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.