જામનગર : વાલસુરા ખાતે ૨૪૩ સાગર યોધ્ધાઓને દેશના જુદા જુદા સાગર નેવલ બેજ પર કરાયા તૈનાત

New Update
જામનગર : વાલસુરા ખાતે ૨૪૩ સાગર યોધ્ધાઓને દેશના જુદા જુદા સાગર નેવલ બેજ પર કરાયા તૈનાત

જામનગરનાં આઇએનએસ વાલસુરા નેવી તાલીમ શાળા માં પ્રશિક્ષણ મેળવનાર ૨૪૩ સાગર યોધ્ધા ઓને દેશના જુદા જુદા ભાગ માં આવેલ સાગર નેવલ બેજ પર તૈનાત કરવામાં આવ્યા છે રીયલ એડમિરલ રોય ની હાજરી માં યોજાયેલ પાસીંગ આઉટ પરેડ માં તાલીમાર્થીઓ એ દેશ ના રક્ષણ જીવ કુરબાન કરવાની તૈયારી દર્શાવી હતી.

જામનગર ખાતે અવએલ આઈએનએસ વાલસુરા ખાતે આજે ઈલેક્ટ્રીકલ નેવીબેજ ના તાલીમાર્થીઓની પૂર્ણ થયેલ તાલીમ ના અંતે પાસીંગ આઉટ પરેડ નું આયોજન કરવામાં આવ્યું થું ભારતીય નૌસેના અતિ મહત્વ નાં અને રાજ્ય ના એકમાત્ર નેવલ તાલીમ સેન્ટર પર વર્ષ ૨૦૧૬ ના નવેમ્બર માસ માં ભરતી થયેલ ૨૩૩ નેવલ જવાન તથા ૧૦ કોસ્ટગાર્ડ જવાનોને અત્રે ૧૦૫ અઠવાડિયા સતત પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું અહીં તાલીમી જવાનો ને સતત બે વર્ષ સુધી ઇલેક્ટ્રિકસીટી, ઇલેકટ્રોનીકસ, કંટ્રોલ સીસ્ટમ, દુરસંચાર વ્યવસ્થા અને ટેકનીકલ સંચાલન વ્યવસ્થા અંગે પાઠ ભણાવવામાં આવ્યા હતા.

જેમાં સમુદ્રની અંદરની પ્રેક્ટીકલ ટ્રેનીંગનો પણ સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ગુજરાત નેવલ બેજના રીયલ એડમિરલ સંજય રોય અધ્યક્ષ સ્થાને રહી તાલીમાર્થીઓની પરેડ સલામી જીલી હતી. એડમિરલ રોય દેશની ગૌરવ સમી સિંધુ રક્ષક, સિંધુ રાજ અને પરમાણુ સબમરીનનું નેતૃત્વ કરી ચુક્યા છે.

આ પ્રસંગે દેશ ની સેનાનો એક ભાગ બનવા જઈ રહેલા નેવલ જવાનો એ દેશ માટે ફના થઇ જવાની ખુવારી બતાવી હતી. જવાનોનો જુસ્સો અને દેશ પ્રત્યેની રક્ષક તરીકેની અપાર ભાવનાને લઈને સાગર યોધ્ધાઓ તરીકે નામના આપ્યા બાદ દેશના જુદા જુદા નેવલ બેજ પર પોસ્ટીંગ પણ આપવામાં આવી ટ્રેઈનીંગ દરમિયાન રમત ગમત અને તાલીમ માં ઉમદા પ્રદર્શન કરનાર તાલીમાર્થી ઓનું જુદી જુદી ટ્રોફી વડે સન્માન કરવામાં આવ્યું હતું

Latest Stories