/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/4-7.jpg)
વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગ રથયાત્રાનું આયોજન ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં બાર જ્યોતિર્લિંગના રથ પરિભ્રમણ થવાના છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વૈજનાથ જ્યોતિર્લિંગ રથ જામનગરમાં આજરોજ શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ જામનગર દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી હતી. આ રથયાત્રા ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ૮૦ ફુટ રોડ મેહુલ નગર એક્સચેન્જ પાસેથી પ્રસ્થાન થઇ અનાથ આશ્રમ પટેલ કોલોની જી જી હોસ્પિટલ અંબર ચોકડી સહિત શહેરના મુખ્ય માર્ગો તેમજ ધાર્મિક સ્થળો પર ફરી અને રાત્રીના સમયે કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોચી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શહેરના નાગરિકો સહિત ધર્મપ્રેમી જનતા ઉમટી પડ્યા હતા.