/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/WhatsApp-Image-2018-07-05-at-1.39.52-PM.jpeg)
નર્મદાનું પાણી ૩૦ એમએલડી માંથી ૪૦ એમએલડી થઇ ગયું હતું પરંતુ હજુ પણ ૫ થી ૧૦ એમએલડી પાણીની ખોટ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરના વિકાસ માટે નાણા ફાળવવાની ખાતરી આપતા આગામી દિવસોમાં જામનગરનો વિકાસ વધુ તેજ બનશે/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/07/WhatsApp-Image-2018-07-05-at-1.39.53-PM.jpeg)
જામનગર શહેર ને પીવાનું પાણી પૂરું પાડતો સસોઈ ડેમ ખાલીખમ થઇ જતા શહેર ના લોકો ને પીવાનુ પાણી મળવામાં થોડી મુશ્કેલી શરૂ થઇ હતી નર્મદાનું પાણી ૩૦ એમએલડી માંથી ૪૦ એમએલડી થઇ ગયું હતું પરંતુ હજુ પણ ૫ થી ૧૦ એમએલડી પાણીની ખોટ પડતા જામનગર મહાપાલિકાનાં નવા ચુટાયેલા પદાધિકારીઓએ પીવાના પાણીની સમસ્યા અંગે મુખ્યમંત્રીને ઘટતું કરવા વિનંતી કરતા મુખ્યમંત્રીએ તાત્કાલિક આદેશ આપીને જામનગરને નર્મદાનાં પાણીના કોટામાં વધારો કરી આપવા આદેશ કર્યો હતો.
એટલું જ નહિ આ આદેશ નો તુરંત જ અમલ કરવા આદેશ આપ્યા હતા મેયર હસમુખ જેઠવા, ડેપ્યુટી મેયર કરશન કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સુભાષ જોશી, નેતા દિવ્યેશ અકબરી, દંડક જડીબેન સરવૈયા, મહામંત્રી પ્રકાશ બામ્ભાનીયા અને વિમલ કગથરા રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા અને જામનગર શહેરના વિકાસના પ્રશ્ન અંગે ચર્ચા કરી હતી મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જામનગર શહેર ના વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે.
એટલું જ નહિ, નવા પ્રોજેક્ટ આવશે એટલે સરકાર તુરંત નાણાની ફાળવણી કરી દેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરના વિકાસ માટે નાણા ફાળવવાની ખાતરી આપતા આગામી દિવસોમાં જામનગરનો વિકાસ વધુ તેજ ગતિએ બનશે.