/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/IMG-20190122-WA0087-e1548167547254.jpg)
વિવિધ સંગઠનો દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
જામનગરમાં કચ્છી ભાનુશાલી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા કચ્છી ભાનુશાલી જ્ઞાતિની વાડીમાં પૂર્વ ધારાસભ્ય સ્વ.જયંતિભાઈ ભાનુશાલીને પુષ્પાંજલિ અર્પણ કરી શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી.
ત્યારબાદ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રાજકીય અદાવતો ના કારણે જયંતિભાઈ ભાનુશાલીનું ચાલુ ટ્રેન માં એસી કોચમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના પગલે સરકાર દ્વારા તાત્કાલિક સિટની રચના કરી તપાસ નો દોર ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ સીટ ની રચના બાદ પણ છેલ્લા ૧૨ દિવસ થી તપાસ ચાલી રહી છે. કોઈ ચોક્કસ પરિણામ ના આવતા આ સમગ્ર મામલે કચ્છી ભાનુશાલી સમાજ, હાલારી ભાનુશાલી સમાજ અને સિંધી ભાનુશાલી સમાજ દ્વારા જયંતિભાઈ ભાનુશાલી ના હત્યારાઓ ને પકડી કડક સજા કરવાની માંગ સાથે જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.