જામનગરના વકીલની હત્યાનો મામલોઃ 2 કરોડની સોપારી રાજકોટના શખ્સે લીધી હોવાનો ધડાકો

New Update
જામનગરના વકીલની હત્યાનો મામલોઃ 2 કરોડની સોપારી રાજકોટના શખ્સે લીધી હોવાનો ધડાકો

જામનગરના જાણિતા વકીલની જાહેરમાં હત્યા મામલે અનેક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે 100 કરોડની જમીનને લઇને હત્યા કરી દેવાના કેસમાં અમદાવાદ ક્રાઇમે બ્રાન્ચે ઘટના ઉપરથી પડદો ઉંચક્યો હતો. જેમાં ભાડુતી શાર્પ શુટરોએ આ કામને અંજામ આપ્યો હોવાનુ બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાને હાલ વધુ એક મહત્વની કડી મળી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટના કોઇ શખ્સે 2 કરોડની સોપારી લીધાનો ધડાકો થયો છે.

publive-image

એપ્રિલ મહિનામાં જામનગરના વકીલ કિરીટ જોષીને બાઇક પર આવેલા શખ્સોએ જાહેરમાં છરીના 15થી વધુ ઘા મારી હત્યા કરી નાખી હતી. આ કેસમાં ગુપ્ત રાહે તપાસ ચાલી રહી છે. જેમાં રાજકોટના કોઇ શખ્સે બે કરોડની સોપારી આપી હોવાનુ વિશ્વનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. 100 કરોડની જમીનના ઝઘડામાં જયેશ પટેલ નામના ભુમાફિયાએ 50 લાખની સોપારી આપી હતી. શાર્પ શુટરો રાજકોટમાં રોકાઇ ચૂક્યા હતા. હત્યા પહેલા રાજકોટમાં અને જામનગરમાં રોકાઇને રેકી કરી હતી. આ કેસમાં મોબાઇલ લોકેશન અને સીસીટીવીના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે. જો કે રાજકોટનો એ શખ્સ કોણ છે જેણે બે કરોડની સોપારી લઇ આખું કામ કરાવ્યું તે તો પોલીસ સત્તાવાર માહિતી આપે અને આરોપી ઝડપાય પછી જ જાણવા મળશે. 100 કરોડના જમીન કેસમા વકીલ કિરીટ જોષી નડતા હોવાથી સોપારી આપ્યાનું કેસમા જાણવા મળ્યું હતું. મુખ્ય સૂત્રધાર જયેશ પેટલનો પાસપોર્ટ ભારતમાં છે અને પોતે વિદેશ હોવાનો ચોંકાવનારા ખુલાસો પણ થઇ અગાઉ થઈ ચૂક્યો છે.

Latest Stories