/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-3-5.jpg)
દર્દીઓમાં પણ ભયનો માહોલ છવાયો
ઝગડીયા તાલુકાના ઉમલલા ના સરકારી રેફરલ હોસપીટલ મા ઝેરી સાપ નિકળતા દર્દી ઓ અને હોસપીટલમા આવેલા સગા સંબંધી ઓમાં રીતસરની નાસ ભાગ મચી ગઇ હતી.
તા.૨૨મીની સવાર સવાર માં જ ઉમલલા રેફરલ હોસપીટલમાં અચાનક સાપ દેખાતા હોસપીટલના કર્મચારીઓ હોસપીટલમાંથી બહાર ભાગી ગયા હતા. તેમજ દર્દીઓમાં પન ભયના માહોલ સાથે અફરાતફરી મચી જવા પામી હતી. દેખાવે જ સાપ ખુબજ ભયંકર અને ઝેરી હોય હોસપીટલના અધિકારીએ તાત્કાલિક જંગલ ખાતાની ઓફીસમાં ફોન કરતા જંગલખાતાની ટીમ હોસપીટલ ખાતે આવી પહોંચી હતી. જેમણે જહેમત બાદ સાપને પકડી લીધો હતો. સાપ પકડવા આવેલ જંગલખાતાના કર્મી સાથેની એક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, અત્યંત ગરમીના કારણે ઝેરી જનાવર ઠંડક મેળવવા માટે રહેણાક વિસ્તારમાં આવી જાય છે. ઝેરી સાપને જંગલખાતાની ટીમે પકડી ને લઇ જતા હોસપીટલના સ્ટાફે અને દર્દી ઓએ હાશકારો અનુભવ્યો હતો.