/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/sddefault-13.jpg)
પોલીસે ૧૨ આરોપી પૈકી ૪ ને પક્ડી પાડ્યા, અન્ય ૮ આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી.
ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરવા આવેલા કેટલાક ઇસમોએ તેમને પકડનાર સિક્યુરિટી પર ઘાતકી હૂમલો કરતા સિક્યુરિટી ગાર્ડ મોતને ભેટ્યો હતો. જે ગુનાની પોલિસ ફરીયાદ કરાતા ઝઘડીયા પોલીસે આ ગુનાના ૧૨ આરોપી પૈકી ૪ આરોપીઓને ઝડપી પાડયા છે.
તા.૧૧મીની મોડી રાતે ઝઘડીયા જી.આઇ.ડી.સી ખાતેની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી કરનાર ચોર ટોળકી સ્ટેનલેશ સ્ટીલ પાઇપની ચોરી કરવાના ઇરાદે ઘસી આવી કંપનીના સિક્યુરીટી તથા ઝઘડીયા પોલીસ પર હૂમલો કરી એક સિકયુરીટી ગાર્ડ રામપ્રકાશ પાલનું ઘટના સ્થળ પર જ મોત નીપજાવ્યું હતું. પોલીસ અને સિકયુરીટી ગાર્ડ પર થયેલા આ હૂમલાના પગલે જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ ઘટનામાં પોલીસે ચોરી કરવાના ઇરાદે ઘસી આવી પોલીસ અને સિક્યુરીટી ગાર્ડ ઉપર હૂમલો કરનાર ૧૨ જેટલા આરોપીઓ પૈકી ચાર આરોપી ૧. રાહુલ જેન્તી વસાવા. ૨. જીજ્ઞેશ જેન્તી વસાવા. ૩. રાકેશ રાજેશ વસાવા. ૪. પંકજ પ્રવિણ વસાવા તમામ રહે. પડાલ તા. ઝઘડીયાને ઝડપી પાડ્યા છે. જયારે અન્ય ૮ જેટલા આરોપીઓની ઓળખ થઈ જતા પોલીસે તેમને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.