/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/2.jpg)
ગુજરાતમા ફરી એક વાર સામે આવી છે વિદ્યાર્થીને માર મારવાની ઘટના. જી, હા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની લાઈફલિંકસ શાળાના 5 શિક્ષકોએ પટ્ટા વડે વિદ્યાર્થીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે લાઈફલિંકસ શાળામા બુધવારના રોજ કોઈ વિદ્યાર્થીએ ફટાકડો ફોડયો હતો. જે બાબતનો ખાર રાખી શાળાના સંચાલક સહિત 5 શિક્ષકોએ પટ્ટે તેમજ ઢીકા પાટુથી ખોડાપીપરના ચિરાગ જદગિશભાઈ પારિયા નામના વિદ્યાર્થી સહિત પાંચ જેટલા વિદ્યાર્થીને માર માર્યો હતો. જે બાદ તમામ વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. જે બાદ મોડી રાત્રે ચિરાગની તબિયત લથડતા તેને 108 મારફત હોસ્પિટલે ખસેડવામા આવ્યો હતો. જે બાદ શાળાના સંચાલક જંયતિભાઈ બારૈયા, જયદિપ ગઢીયા, સુભાષ ઘેટીયા, અંકિત રૈયાણી, કલ્પેશ કોટડિયા સહિતના 5 શિક્ષકો વિરુધ્ધ પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.
તો બીજી તરફ મોરબિ જિલ્લામા આવેલ ખાનગી શાળાઓ બંધ પાડયો છે. આ બાબતે ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યુ હતુ કે લાઈફ લિંક શાળામા જે ઘટના બની છે. તે દુખદ છે પરંતુ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર પોલીસે તેમા એટ્રોસીટીની કલમનો દુરઉપયોગ કરી ગુનો દાખલ કર્યો છે.