/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-131.jpg)
વનસ્પતિમાંથી અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓને વિશ્વ ફલક ઉપર લઈ જવા એક પ્રયાસ થઈ રહ્યો છે
કુદરતી સૌંદર્યથી ભરપુર એવા ડાંગ જિલ્લામાં અનેક વૈધો છે. જેઓ વનસ્પતિમાંથી દવા બનાવી કોઈપણ રોગનો ઈલાજ કરતા હોય છે. ત્યારે આ વૈધોનો સહારો લઈ ડાંગ જિલ્લાના પાંચ રાજાઓ અને તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર કેટલાક પ્રોજેકટનું નિર્માણ કરવા જઈ રહી છે. જેનાથી ડાંગ જિલ્લાના લોકોને રોજગારીની સાથે દેશ વિદેશથી લોકો પોતાના રોગના ઈલાજ માટે ડાંગ જિલ્લામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લાને ગુજરાતના કાશ્મીર તરીકે લોકો ઓળખે છે. તો કુદરત દ્વારા ડાંગ જિલ્લાને ભરપુર સૌદર્ય આપવામાં આવ્યુ છે. સાથે ડાંગ જિલ્લો જંગલ વિસ્તાર ધરાવતો હોય અહીં અનેક પ્રકારની વનસ્પતિ અને છોડો આવેલા છે. આ વનસ્પતિમાંથી અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓ પણ બને છે. જે દવાઓ લોકોને અનેક રોગોમાંથી મુક્તિ અપાવતી હોય છે. ડાંગ જિલ્લામાં ભક્તો (વૈધો) દ્વારા વનસ્પતિમાંથી અનેક રોગોની દવા બનાવવામાં આવે છે. જે દવા લેવા માટે લોકો દુર દુર થી ડાંગ જિલ્લામાં આવતા હોય છે.
આ વનસ્પિતિ અંગે ડાંગના માત્ર જે વૈધો છે તેઓ તેની શીખ છે. ત્યારે આ વૈધોનો સહારો લઈને ડાંગના પાંચ રાજાઓ અને તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર ત્રણ પ્રોજેકટનું નિર્માણ કરવા જઈ રહી છે. જેનાથી ડાંગના લોકોને રોજગારી તો મળશે સાથે જ લોકોને એકજ જગ્યાએથી તમામ રોગોની દવા પણ મળી રહેશે. તેવી વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યુ છે.
ડાંગના રાજાઓ અને તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર દ્વારા ગાય આધારિત ઝીરો બજેટ ખેતી, સ્પોર્ટસ અને ટ્રેકિંગ ઝોન જેમાં શારિરીક અને માનસિક રીતે અસ્વસ્થ છોકરાઓ આવી સારવાર મેળવી શકે તેમજ હર્બલ સેન્ટર પણ ઉભુ કરવામાં આવનાર છે. આ તમામ પ્રોજેકટોમાં ડાંગના વૈધો પણ પોતાની સેવા આપી આજીવિકા મેળવશે. સાથે જ ડાંગના અન્ય યુવાનોને પણ વનસ્પતિ અંગે માહિતગાર કરી તેમને પણ રોજગારી પુરી પાડવા માટેના આ પ્રોજકટમાં વૈધોએ પણ પોતાનો સહયોગ આપવા નુ જણાવ્યુ હતુ.
ડાંગના પાંચ રાજાઓ તેમજ તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર દ્વારા જે આ પ્રોજેકટ હાથ ધરવામાં આવનાર છે એમાં ડાંગના રાજાઓ પોતાની જમીન દાનમાં આપશે સાથે ડાંગમાં પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય જેથી જે પ્રવાસીઓ રોગથી પીડાતો હોય તેમને કુદરતી વાતાવરણમાં સારવાર મળતા પ્રવાસી વહેલો સારો થઈ ને પોતાના ઘરે જશે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.