/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/22.jpg)
તાપી જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહત્વનો કાંગરો ખર્યો
જિલ્લા ભાજપમાં મારા જીવનના ૧૮ વર્ષ આપવા છતાં અવગણના હતી હોવાથી આમ કરવાની ફરજ પડી :શબ્બીર મુલતાની
વ્યારા ખાતે કોંગ્રેસની નગર કારોબારી બેઠકમાં માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી અને વ્યારા કોંગ્રેસ પ્રભારી તેમજ વ્યારા ધારાસભ્ય પુનાજી ગામીત સહિતના કોંગ્રેસી મોવડીઓ ની ઉપસ્થિતિમાં તાપીજીલ્લા ભાજપ ના લઘુમતી મોરચાના મહામંત્રી શબ્બીર મુલતાની તેમજ વ્યારા નગર યુવામોરચા મહામંત્રી સહિતના કાર્યકરોએ કોંગ્રેસી ખેસ ધારણ કરી વિધિવત કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો.
તાપીજીલ્લા ભાજપના લઘુમતી લઘુમતી મોરચાને ખુબજ મોટો ફટકો આગામી લોકસભાની ચૂંટણી પહેલા પડ્યો છે. જે કારણોસર કોંગ્રેસને મોટો ફાયદો થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જેમાં તાપીજીલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી અને છેલ્લા આશરે ૧૮વર્ષોથી ભાજપમાં સક્રિય રીતે કાર્યરત શબ્બીર મુલતાની (ચિનુ મુલતાની) એ કોંગ્રેસનો ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાયાના અહેવાલ ના પગલે તાપીજીલ્લા ભાજપ ને મોટો ફટકો પડયો છે.
તાપીજીલ્લા ના વ્યારા ખાતે રહેતા અને સામાન્ય કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા બાદ વર્ષો સુધી ભાજપ અને તેની વિચારધારા સાથે જોડાયેલા શબ્બીર મુલતાનીએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કરી વ્યારા નગર કારોબારી માં ડો.તુષાર ચૌધરીના હાથે કોંગ્રેસી ખેસ ધારણ કર્યો હતો. પ્રવર્તમાન સંજોગો પ્રમાણે જોવા જઈએ તો તાપીજીલ્લા ભાજપમાં એક તરફ રહેલી ઘણી બધી ક્ષતિઓ, એક તરફ આંતરિક જૂથવાદ તો બીજી તરફ આંતરિક સંકલનનો અભાવ તો ત્રીજી તરફ પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ ને હાંસિયામાં ધકેલી તેઓની થતી હળાહળ અવહેલના ના કારણે તાપીજીલ્લા ભાજપ ની હાલત કફોડી છે. જેમાં મોટાભાગે બધાને પહેલી હરોળમાં બેસવામાં રસ છે.
બીજી હરોળની નેતાગીરીને તૈયાર કરવાના બદલે બધે હુંજ અને મારુજ ની નીતિ તાપીજીલ્લા ભાજપ માટે આગામી લોકસભામાં કપરા ચડાણ સાબિત થાય તો નવાઈ નહીં. સુકાની તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ જયરામ ગામીત ની પણ એક મર્યાદા છે. તે મર્યાદા બાદ તો તેઓ પણ અસમર્થ છે કે પક્ષને બચાવી નાવને કિનારે પહોંચાડી શકે. પક્ષ ના કેટલાક હોદ્દેદારો દ્વારા રીતસર થઈ રહેલી સંગઠનની શિષ્ટની ઉપેક્ષા ના કારણે કદાચ તમામ પક્ષે ભોગ બનવાનો વારો આવે તો નવાઈ નહીં એવું પ્રવર્તમાન સંજીગોમાં ભાસી રહ્યું છે.
તાપીજીલ્લા લઘુમતી મોરચા મહામંત્રી નું પણ નિવેદન કંઇક આ દિશામાં અંગુલી નિર્દેશ કરે છે. શબ્બીર મુલતાની ના જણાવ્યા પ્રમાણે તેઓ એ પોતાના જીવનના આશરે છેલ્લા 18 વર્ષ પક્ષને વિવિધ જવાબદારીઓ નિભાવી સમર્પિત કર્યા છે. પરંતુ વારંવાર તેઓની થતી અવગણના અને ફક્ત ઉપયોગ માત્રનું સાધન સમજતા પક્ષના માંધાતાઓને વારંવાર રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ નહીં આવતા છેવટે આ પગલું ભરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું.
હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે મોવડીમંડળ દ્વારા આવતી લોકસભાની ચૂંટણીમાં બારડોલી બેઠક કબજે કરવા માટે અને સંગઠન ને મજબૂત બનાવવા કોઈ ખાસ રણનીતિ તૈયાર કરી કાર્યવાહી કરાશે કે આમજ ચાલ્યા કરશે તે જોવું રહ્યું.
ઉપરના સંગઠનને શુ ખરેખર તાપીજીલ્લા માં ભાજપ ને મજબૂત કરવામાં રસ છે ખરો?!
તાપીજીલ્લા ભાજપ ને મજબૂત કરવા માટે શું ઉપરના મોવડી મંડળ ને ખરેખર રસ છે ખરો? આ એક ઉકેલ માંગતો કોયડો છે. જેમાં જોવા જઈએ તો તાપીજીલ્લા ની મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો અને બંને વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ નો દબદબો છે. જે પાછળ ભાજપના મોવડી મંડળ દ્વારા ક્યાંક ને ક્યાંક કાચું કપાયું?!! છે કે પછી ખાલી વાતો છે એ સમજાતું નથી.
જેના ઉદાહરણ રૂપે જોઈએ તો વ્યારા વિધાનસભાની બેઠક માટે ગત વિધાનસભા ની ચૂંટણીમાં અરવિંદ ચૌધરીને ટિકિટ અપાઈ હતી. જે ખરેખર આશ્ચર્યજનક બાબત કહી શકાય. કારણકે જે અરવિંદ ચૌધરી એ ત્રણ ટર્મ સુધી કોંગ્રેસ ના નેજા હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે દબદબો જાળવી રાખ્યો એજ અરવિંદ ચૌધરી ને ભાજપમાં બેઠા પછી પોતાના ઘર આંગણાની બેઠક ગુમાવી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એ અરવિંદ ચૌધરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી પ્રતિસ્પર્ધી પુનાજી ગામીત કે જેઓ ત્રણ ત્રણ ટર્મથી વ્યારા બેઠકના ધારાસભ્ય છે.
તેની સામે કઈ રીતે જીત મેળવી શકે ? તેમ છતાં અપાયેલી ટિકિટ ના પરિણામ સ્વરૂપ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને મોવડી મંડળ નો ભૂલભરેલો નિર્ણય કહેવો કે જાણી જોઈને ભરેલું પગલું? જેવી ચર્ચા એ લોકમુખે હાલ વેગ પકડ્યો છે.