/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/03.jpg)
પોલીસના જણાવ્યા મુજબ ગોડાઉનમાં આગ લાગી ત્યારે 15 લોકો હાજર હતા
તેલંગણામાં આવેલા વારંગલમાં ફટાકડાનાં ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી હતી. જેના કારણે મચેલી અફરાતફરીમાં ૧૧ લોકોનાં મોત નિપજ્યાં છે. આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઈટર્સ દ્વારા કામગીરી ચાલી રહી છે. કોટાલિંગાલા ગામ વારંગલ શહેરથી ૧૩૫ કિમી દૂર આવેલું છે. આગના પગલે આકાશમાં ધૂમાડાના ગોટેગોટા વળ્યા હતા.
ઘટના અંગે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આજે બપોરના સમયે ગોડાઉનમાં આગ લાગી હતી. અંદાજે ૧.૪૫ વાગ્યે જ્યારે આગ લાગ્યાની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું બધું નુકશાન થઈ ચૂક્યું હતું. સ્થાનિક પોલીસે જમાવ્યું હુતું કે, જ્યારે ગોડાઉનમાં આગ લાગી ત્યારે તેમાં ૧૫ લોકો હાજર હોવાની જાણકારી મળી હતી. જે પૈકી 11 લોકોનાં મોત થયાં છે. આગ કયા કારણોસર લાગી તે રહસ્ય હજી અકબંધ છે. હાલમાં ફાયર ફાઈટર્સનું રેસ્ક્યૂ ઑપરેશન ચાલું છે. દૂર્ઘટનાને નજરે જોનારાએ જણાવ્યું કે, ગોડાઉનમાં આગ લાગી તે પહેલાં વિસ્ફોટકનો ભયાનક અવાજ સંભળાયો હતો.