Connect Gujarat
લાઇફસ્ટાઇલ

‘દંગલ’માં આમિરનો પહેલવાનનો લુક થયો જાહેર

‘દંગલ’માં આમિરનો પહેલવાનનો લુક થયો જાહેર
X

બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાને પોતાની આગામી ફિલ્મ માટે ઘણું વજન વધાર્યું છે.તેમની ફિલ્મ ‘દંગલ’માં તેઓ એક અલગ જ લુકમાં જોવા મળશે.

સૌ જાણે છે કે આમિર પોતાના પાત્રને ન્યાય આપવા માટે ખૂબ જ મહેનત કરે છે. તેટલું જ નહી પરંતુ તેઓ પાત્ર અનુસાર તેમના લુકમાં પણ ધરખમ ફેરફાર કરે છે. ફિલ્મ ‘દંગલ’ના આ લુકમાં આ બાબત સ્પષ્ટપણે જણાઇ આવે છે.

6396d3c1-0681-433f-93d3-30a2c3cb5cdd

આમિરખાને દંગલનો તેમના આ લુકનો ફોટો ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આમિર હાલમાં પણ દંગલના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે તેમણે પોતાનું વજન 91 કિલો સુધી વધાર્યું હતું.

Aamir Khan ‏

2 days to go before I shoot for young Mahaveer....

જોકે હવે ફિલ્મના બીજા તબક્કાનું શૂટિંગ ચાલી રહ્યું છે. જેમાં તેઓ મહાવીર ફોગાટની યુવાનીના પાત્રને ચરિતાર્થ કરી રહ્યા છે.

ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે મહાવીર ફોગાટે પોતાની બંને દીકરીઓ ગીતા ફોગટ અને બબિતા ફોગટને તાલીમ આપીને પહેલવાન બનાવી હતી.

Next Story