દહેજમાં ટેન્કરમાંથી કરાતી કેમીકલ ચોરીનો પર્દાફાસ : ૪ ઝડપાયા

New Update
દહેજમાં ટેન્કરમાંથી કરાતી કેમીકલ ચોરીનો પર્દાફાસ : ૪ ઝડપાયા

* ટેન્કર ડ્રાઇવરો રસ્તામાં કેમીકલ કાઢી સુરતના કેમીકલ ચોરોને વેચતા હતા.

* દહેજ પોલીસે ૧,૦૫,૯૦૦ના મુદમાલ સાથે ૪ ની અટકાયત કરી

ભરૂચ,

દહેજ પોલીસે જી એ સી એલ કમ્પની નજીક થઈ ટેન્કરમાંથી કેમિકલ ચોરી ઝડપી પાડી રૂપિયા એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે કેમિકલ ચોર અને ટેન્કર ડ્રાયવર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી

પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૬મીના રોજ દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા તથા તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન જી.એ.સી.એલ કંપની નજીક ટેન્કરમાંથી કેમિકલ ચોરી થતી હોવાની બાતમી મળી હતી.પોલીસની ટીમે GACL અને હિમાની કંપની વચ્ચે તપાસ કરતા એક ટેન્કરમાંથી કેમિકલ બારોબાર વાલ્વ ખોલી થતી કેમિકલ ચોરી ઝડપાઇ હતી.

GACL કંપની માંથી કેમિકલ ભરી હિમાની કમ્પનીમાં પહોંચાડવા નીકળેલ બે ટેન્કર જેનો નંબર જીજે-૦૬-એક્સએક્સ-૬૭૭૮ તથા બીજું ટેન્કર જીજે-૦૫-યુ-૧૭૬૭ ને ઉભા રાખી ટેન્કરના વાલ્વ ખોલી કેમિકલ ચોરી કારબા ભર્યા હતા.કેમિકલ ચોરી કરનાર બંને ટેન્કરના ડ્રાયવરોરાકેશકુમાર દુલારચંદશાહ ગુપ્તા,રહે, ચેહરિયા બિહાર, અને ઇન્દ્રસિંઘ મગનલાલ સલુરિયા રહે,બનાળા, પંજાબ ના બંને સુરતથી સફેદ કલર ની મારુતિ વાન નંબર જીજે-૧૫-કે-૫૫૩૮ માં સુરતથી આવેલા (૧)પૃથ્વીરાજ ભગવાનજી ખટકી અને મનોજ સુરેશચંદ્ર ખટકીને ચોરીનું કેમિકલ વેંચતા ઝડપાઇ ગયા હતા

પોલીસે ૮ કારબામા ૩૨૦ લીટર તથા એક પ્લાસ્ટિકના બેરલમા ૨૦૦ લીટર મળી કુલ ૫૨૦ લીટર જેની કિંમત રૂપિયા ૨૦,૮૦૦ નો મુદ્દામાલ અને રોકડા રૂપિયા ૨૯૧૦૦/- બે મોબાઇલ,તથા મારૂતિવાનની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ હજાર મળી કુલ રૂપિયા ૧,૦૫,૯૦૦ સાથે ચારે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા ચલાવી રહ્યા છે.

Latest Stories