દિલ્હીઃ બુરાડી કાંડ અંગે ઘુંટાતું રહસ્ય, 11 લોકોની હત્યા કે આત્મહત્યા?

New Update
દિલ્હીઃ બુરાડી કાંડ અંગે ઘુંટાતું રહસ્ય, 11 લોકોની  હત્યા કે આત્મહત્યા?

એક જ પરિવારનાં 11 લોકોનાં મૃતદેહ શંકાસ્પદ હાલતમં મળી આવતાં ભારે ચર્ચા

દિલ્હીમાં બુરાડી સંતનગરમાં એક પરિવારના 11 સભ્યોની શંકાસ્પદ સ્થિતિમાં લાશ મળી આવી છે. આ ઘટનાએ સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. અચાનક ભાટિયા પરિવારે આવું પગલું કેમ લીધું તે વિશે સતત રહસ્ય ઘુંટાતું જાય છે. જોકે પોલીસે આ કેસમાં હત્યા અને આત્મહત્યા એમ બંને એંગલથી તપાસ શરૂ કરી છે.

ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળેલી લાશ પાસેથી પોલીસને 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસે તેમની કોલ ડિટેલની તપાસ કરી રહી છે. આ દરેક ફોન ભાટિયા પરિવારનાં જ છે. તે તમામ સાઈલેન્ટ મોડમાં એક કબાટમાંથી મળી આવ્યા છે. પોલીસે ફોનની પ્રાથમિક તપાસમાં જોયું કે, દરેક મોબાઈલ પરથી કોમન પાંચ નંબર પર સૌથી વધારે વખત ફોન કરવામાં આવ્યા છે. પોલીસે હવે આ પાંચ નંબરનું ઘટના સમયનું લોકેશન, કોણે કયા નબંર પરથી કેટલા સમય સુધી આ ફોન નંબર પર વાત કરી છે તે વિશે તપાસ કરી રહી છે. publive-imageભાટિયા પરિવારના સભ્ય લલિત બે ફોન રાખતા હતા. જેમાંથી એક ફોન સ્વિચઓફ હાલતમાં મળ્યો છે. પડોશીઓના જણાવ્યા પ્રમાણે તેમને છેલ્લાં સાત દિવસથી મૌન વ્રત હતું. સીસીટીવીમાં છેલ્લે લલિત જ ઘરની અંદર આવતા જોવા મળ્યા છે. પોલીસે ચકચારી બુરાડી કેસમાં સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે. સીસીટીવી ફૂટેજમાં લલિત જ એવા છેલ્લા સભ્ય હતા. જે છત પર કૂતરાને બાંધીને ઘરની અંદર આવતા જોવા મળ્યા છે.

ભાટિયા પરિવારના નજીકના લોકોને પણ આ બાબત માનવામાં નથી આવતી. કારણ કે, ભાટિયા પરિવારે તાજેતરમાં જ તેમની દીકરી પ્રિયંકાની ગત 17 જૂને સગાઈ કરી હતી. જેના આ વર્ષના અંતમાં જ લગ્ન રાખવામાં આવ્યા હતા.

ઘરમાંથી કોની-કોની મળી લાશ

પડોશીઓના જણાવ્યા પ્રમાણે ઘરના પહેલા ફ્લોર પર 77 વર્ષના નારાયણ દેવી અને તેમના બે દીકરા પરિવાર સાથે રહેતા હતા. નારાયણ દેવી તેમના બે દીકરા ભૂપ્પી અને લલિત, ભૂપ્પીની પત્ની સવિતા અને તેમના ત્રણ બાળકો નીતુ, મોનુ અને ઘ્રૂવ, લલિતની પત્ની ટીના અને તેમનો એક દીકરો શિવમનો મૃતદેહ મળ્યો છે. નારાયણી દેવીની 57 વર્ષની વિધવા દીકરી પ્રતિભા અને તેમની 33 વર્ષની દોહિત્રી પ્રિયંકા પણ મૃત હાલતમાં મળ્યા છે.

Latest Stories