દોસ્તીના નામ પર કલંક, સુરતમાં મિત્રએ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

New Update
દોસ્તીના નામ પર કલંક, સુરતમાં મિત્રએ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો, હત્યા પાછળનું રહસ્ય અકબંધ

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાય છે. ૨૦૧૮માં સુરતમાં ૪૬ જેટલી હત્યાઓ થઇ છે. સુરતના ઉનભીંડી બજારમાં મિત્રએ મિત્રની હત્યા કરી ચકચાર મચાવી છે. હત્યા કર્યા બાદ મિત્ર ફરાર થઇ ગયો છે. પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં સુરત શહેરને સ્માર્ટ સિટીનો દરજજો આપવામાં આવ્યો છે. ત્યાં વધુ એક હત્યાનો ગુનો બન્યો છે. ઉનભીંડી બજારમાં એક મિત્ર દ્વારા બીજા મિત્રની હત્યા કરવામાં આવી છે. ફૈયાઝ નામના યુવકને તેના જ મિત્ર મોહમ્મદ અશરફ અબુબકરે અગમ્ય કારણોસર ગરદનના ભાગે છરો માર્યો હતો. જેથી લોહી લુહાણ હાલતમાં ફૈયાઝને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

હુમલાખોર મોહમ્મદ અશરફ અબુબકર એક મહિના પહેલા જ અમદાવાદથી સુરત આવ્યો હતો. ફૈયાઝ માટી માઇન્ડસના ધંધા સાથે સંકળાયેલો હતો. ફૈયાઝ પર ઘર બહાર જ મોહમ્મદ અશરફ દ્વારા હુમલો કરાવામાં આવ્યો હતો. હત્યા બાદ મોહમ્મદ અશરફ ફરાર છે અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories