નબીપુર પોલીસ દ્વારા બે જૈન સાધ્વીઓને અડફેટમાં લેનાર ટેમ્પો ચાલકની ધરપકડ

New Update
નબીપુર પોલીસ દ્વારા બે જૈન સાધ્વીઓને અડફેટમાં લેનાર ટેમ્પો ચાલકની ધરપકડ

ભરૂચ નેશનલ હાઇવે પર અસુરિયા ગામ પાસે ભરૂચથી સૂરત જઇ રહેલ બે સાધ્વીઓને ટેમ્પોના ચાલકે ટક્કર મારતાં ની સાથે બન્ને જૈન સાઘ્વીઓને ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. ઘટનાના પગલે નબીપુર પોલીસ સ્ટેશન પાસે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નબીપુર પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ટેમ્પો ચાલકને ઝડપી પડ્યો હતો.

જૈન સમુદાયના આ બે સાધ્વી મહારાજ અસુરીયા ગામે આવેલાં જૈન વિહારધામમાં રોકાયાં હતાં. જે બાદ તેઓ ગઇકાલે વહેલી સવારે અસુરીયા ગામેથી નિકળી સૂરત તરફ પ્રયાણ કારી રહ્યા હતા. આ દરમિયાન અસુરિયા ગામ પાસે જ નેશનલ હાઇવે નજીક અમદાવાદ તરફથી આવી રહેલા ટેમ્પો દ્વારા અનિચ્છનીય આકસ્મિક બનાવ બન્યો હતો.

આકસ્મિક બનાવના પગલે નબીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નબીપુર પોલીસ દ્વારા ટેમ્પો ચાલક કિરીટ ઇબ્રાહિમ મન્સૂરી ને ઝડપી પાડ્યો હતો, નબીપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછ પરછ દરમ્યાન માલુમ પડ્યું હતું કે આ ટેમ્પો ચાલક અમદાવાદથી નવસારી તરફ કુરિયરના સામાનની હેરાફેરી કરતો હતો. નબીપુર પોલીસે તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની અપીલ કરી છે.

Latest Stories