/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/sddefault-40.jpg)
ધારાસભ્ય પી.ડી.વસાવાએ મોજરા ગામે ચાલતી ક્વોરી સામે ગ્રામજનો સાથે કલેકટરને કરી રજૂઆત
નર્મદા જિલ્લનાં નાંદોદ તાલુકામાં આવેલી વઘરાલી ગ્રામપંચાયત વિસ્તારમાં ક્વોરીઓ આવેલી છે. તેનાં સંચાલકો દ્વારા ગેરકાયદે બ્લાસ્ટિંગ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આજે ગામના લોકો સાથે ધારાસભ્ય પી.ડી. વસાવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. લોકોએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે ધારાસભ્યએ જાતે જ મેદાનમાં ઉતરવું પડ્યું હતું.
નર્મદા જીલ્લાનાં પૂર્વ પટ્ટીમાં જમીનમાં પથ્થરનું પ્રમાણ વધુ હોય અહિંયા ક્વોરી ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે. વઘરાલી ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ મોજરા ગામમાં એક ક્વોરી આવેલી છે. જેમાં ક્વોરી માલીકો દ્વારા મેગા બ્લાસ્ટ કરીને કપચી મેળવાય છે. જેથી મોટા બ્લાસ્ટ કરવામાં આવે છે ત્યારે આજુબાજુનાં ગામડાનાં ઘરોમાં ભુકંપ જેવી સ્થિતિ જાણે સામાન્ય બની ગઇ છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અમે ક્વોરી માલિકોને કંઇ પણ કહેવા જઇએ તો થાય તે કરી લેજો તેવી ધમકી આફી તેમને દબાવી દેવાનો પ્રયાસ કરે છે.
અહીં છેલ્લા ૭ માસથી આજ પ્રકારે ક્વોરી માલિક વર્તી રહ્યા છે. ગત ડીસેમ્બર માસમાં ગ્રામજનોએ તંત્રનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. તેમ છતાં આ કામ અટકયું નહોતું. આજથી ૧૫ દીવસ લહેલા પણ રજુઆત કરી છે. જેને પણ મામલતદારે ધ્યાને લીધું ન હોવાથી જો ક્વોરી સામે કાર્ય્વાહી ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે ગ્રામજનો જેસીબીથી ક્વોરીમાં ખાડો પાડી દેશે. નાંદોદનાં કોંગ્રેસી ધારાસભ્ય પી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, ક્વોરીની આજુબાજુનાં ૬૧ જેટલા ખેડુતો પણ આ ક્વોરી માં થતા બ્લાસ્ટથી હતપ્રત બન્યા છે. જેથી આ ક્વોરી તાત્કાલીક બંધ કરવા માંગ કરી છે. આ અંગે જિલ્લા સમાહર્તાને લેખિતમાં રજૂઆત કરી છે.