/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/6-1.jpg)
દેશમાં થઇ રહેલા ધર્મપરિવર્તન એ એક જટિલ પ્રશ્ન બનતો રહ્યો છે. જે કોયડો હજી ઉકેલાયો નથી ને દક્ષિણ ગુજરાતના આદિવાસી પંથકમાં ખ્રિસ્તીધર્મનો ફેલાવાને લઈને ખ્રિસ્તી અનુયાયીઓમાં વધારો થયો છે. જેનો વિરોધ સ્થાનિક આદિવાસીઓ કરી રહ્યા બનાવો સામે આવી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવા ગામના આદિવાસી આગેવાનોએ ખ્રિસ્તીઓને ગામના ફળિયામાં પ્રવેશ ન મળે એવા બેનરો લગાવ્યા છે.
દક્ષિણ ગુજરાતના સ્લ્મ અને આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પોતાના ધર્મના પ્રચાર માટે ટુકડીઓ બનાવી છે જે ખાસ કરીને આવા ગરીબ વિસ્તારમાં ફરીને ઈશુ ભગવાનની આરાધના કરવાના શિક્ષણ સાથે બીમારીઓ માટે પ્રાર્થના કરતા હોય છે. જેનો ફેલાવો તાપી નવસારી વલસાડ તેમજ ડાંગ જિલ્લામાં વધ્યો છે. જેમાં નવસારી જિલ્લાના ગણદેવામાં પણ હળપતિ સમાજ ખ્રિસ્તી ધર્મના વિચારધારામાં સામેલ થતા હળપતિ સમાજના અન્ય આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં ખ્રિસ્તીધર્મના લોકો ગણદેવા ગામમાં પ્રવેશ ના કરે એવા બેનરો લગાવ્યા છે.જયારે ખ્રિસ્તીધર્મના આદિવાસી અનુયાયીઓના મતે ખ્રિસ્તી ધર્મ અમને બીમારી છુટકારો અપાવે અને બીમારીનો ખર્ચ પણ નથી ભોગવવો પડતાની વાતો કરી રહ્યા છે.