નવસારીઃ પોલીસની ઓળખ આપી ગઠિયાઓએ મહિલાને લૂંટી

New Update
નવસારીઃ પોલીસની ઓળખ આપી ગઠિયાઓએ મહિલાને લૂંટી

સોનાની ચેઈન અને વિંટી ઉતરાવી ફરાર થઈ ગયા ગઠિયાઓ, ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી

નવસારીમાં પોલીસની ઓળખ આપી લૂંટ કરતી ટોળકી સક્રિય બની છે. ત્યારે નકલી પોલીસનાં સ્વાંગમાં છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક મહિલા પાસેથી બે ગઠિયા પોલીસની ઓળખ આપી સોનાની ચેઈન અને વીંટી લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

નવસારીમાં આવેલા જમાલપોર વિસ્તારમાં પોલીસનાં સ્વાંગમાં બાઈક ઉપર આવેલા ગઠિયાઓએ એક મહિલાને નિશાન બનાવી હતી. ગણદેવી રોડ ઉપર તેમણે પોતે પોલીસમાંથી આવીએ છીએ તેમ કહી બનાવટી પોલીસનાં કાર્ડ બનાવ્યા હતા. જેના આધારે મહિલાને ખરેખ પોલીસ છે તેવો વિશ્વાસ બેસતાં તેમણે કહેલી વાતને મહિલા અનુસરી હતી. બાદમાં પોલીસનો રોફ જમાવી આ બન્ને ગઠિયાઓએ મહિલા પાસેથી સોનાની ચેઈ અને વીંટી ઉતરાવી લીધી હતી. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કરી ગઠિયાઓે ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories