નવી સરકાર બન્યા બાદ સંસદના પ્રથમ સત્રનો પ્રારંભ, તો જોઈએ સામાન્ય અને રેલ બજેટને લઈને શું છે સામાન્ય જનતાની માંગ

New Update
નવી સરકાર બન્યા બાદ સંસદના પ્રથમ સત્રનો પ્રારંભ, તો જોઈએ સામાન્ય અને રેલ બજેટને લઈને શું છે સામાન્ય જનતાની માંગ

2019ની લોકસભા ચૂંટણી બાદ સ્પષ્ટ બહુમતી સાથે ફરી એક વખત ભાજપે સરકાર બનાવી છે. અને નરેન્દ્ર મોદી પણ બીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના શપથ બાદ નવી સરકારે પોતાનો કાર્યભાર સાંભળ્યો છે. ત્યારે હવે આજ થી સંસદના પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. અને સાંસદોના શપથ ગ્રહણ બાદ સંસદના પ્રથમ સત્રમાં સરકાર પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે. ત્યારે આ સામાન્ય અને રેલ બજેટને લઈને દેશની સામાન્ય જનતાને શું અપેક્ષાઓ છે? સામાન્ય જનતા બજેટને લઈને શું કહી રહી છે? પીએમ મોદીની બીજી વખતની સરકાર પાસે શું માંગ કરી રહી છે દેશની જનતા? અને સરકાર શું સમગ્ર જનતાને આવરી લઈને જે પ્રમાણે નારો આપ્યો છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ એ મુજબ પ્રજા લક્ષી યોજનાઓને લઈને બજેટ રજૂ કરશે? શું સરકાર પ્રથમ બજેટથી પ્રજાને સંતોષવામાં રહેશે સફળ? સરકાર શું આપશે જનતાને એ સંસદના પટલ પર જ્યારે બજેટ રજૂ થશે ત્યારે ખબર પડશે. પરંતુ એ પહેલા દેશની જનતા પ્રથમ બજેટને લઈને કેટલી આશાવાદ અને અપેક્ષવાદ છે તે આવો જાણીએ દેશની જનતા પાસેથી.

Latest Stories