/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-10-2.jpg)
વિદ્યાર્થીનીના પરિવારને સાંત્વના આપવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા
નેત્રંગ તાલુકામાં બે દિવસ પૂર્વે વરસેલા આઠ ઈંચ વરસાદને પગલે નેત્રંગ સહિતના આસપાસનાં ગામોમાં પાણી ભરાયા હતા. નદી, નાળા અને કોતરો ભારે વેણથી વહેતા થયા હતા. નેત્રંગ તાલુકાનો પ્રથમ વરસાદે રાજાકુવા ગામની ધોરણ 10 ની વિદ્યાર્થીનીનો કોતરમાં તણાઈ જતા જીવ લીધો હતો. તો ફોકડી ગામે વરસાદમાં દીવાલ પડતા પિતા અને તેના બે પુત્રો દબાયા હતા. જેમને ઈજાઓ પહોંચી હતી.
ભરૂચ જીલ્લા સાંસદ મનસુખભાઈ વસાવાએ પ્રથમ નેત્રંગ તાલુકાના વણખુંટા ગામે આવેલ હાઈસ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરવા રાજાકુવા ગામના બાળકો રોજ આવે છે. 25/06/2018 ના રોજ પારુલ,જયદીપ અને ગામના અન્ય બે વિદ્યાર્થીઓ વણખૂંટા હાઈસ્કૂલે આવ્યા હતા. પરંતુ વરસાદના કારણે શાળાના શિક્ષકો નહીં આવતા પટાવાળાએ બાળકોને ઘરે જવા કહી દીધેલ એટલે આ બાળકો રાજાકુવા ગામે જતા હતા.
ભારે વરસાદને કારણે ગામ પહેલા રસ્તે આવતા કોતરમાંથી પારુલ અને તેનો ભાઈ જયદીપ હાથ પકડી નદી પાર કરી રહ્યા હતા. તે અરસામાં પાણીના વધુ વેણમાં તણાતાં આ જોઈ તેની સાથેના બે મિત્રોએ જયદીપને બચાવી લીધો હતો. પરંતુ પારુલને બચાવી નહીં શક્યા. આ બનાવની જાણ ઘરે કરતા બધાએ આવી પારુલની લાશને બહાર કાઢી નેત્રંગ લાવી પીએમ કરાવ્યા બાદ રાજાકુવા લઈ જઈ અંતિમક્રિયા કરવામાં આવી હતી.
ઊંડી ગામ ઉપર બનાવેલ વન તલાવડી તુટી જતા તેનું પાણી ગામની ભાગોળે આવેલ ઘર પર ફરી વળતા ઘર સહિત ઘરવખરી તણાઈ ગઈ હતી. જેમાં આખું પરીવાર બેઘર બન્યું હતું. આ વરસાદના અસરગ્રસ્તોની જાણ ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવાને થતાં આજે પ્રથમ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. જ્યાંથી ફોકડી, ઊંડી અને છેલ્લે રાજાકુવાની વિદ્યાર્થીનીના ઘરે સાંત્વના આપી જરૂરી મદદ કરવાની ખાત્રી આપી હતી.