/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-41.jpg)
અંકલેશ્વર-હાંસોટ-વાલીયા-માંગરોલ-ઓલપાડ-માંડવી તાલુકાના ધરતીપુત્રોની જીવાદોરી સમાન શ્રી ખેડુત સહકારી ખાંડ ઉધોગ મંડળી ઈશ્વરસિંહ પટેલ( સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ - સ્વતંત્ર હવાલો, વાહન વ્યવહાર - રાજયકક્ષા) હાજરીમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને શ્રી ખેડુત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી, પંડવાઈના ચુંટણી અધિક કામકાજ હાથ પર લેતા સંસ્થાના ડીરેકટર અને અંકલેશ્વર તાલુકાના સીસોદરા ગામના વતની અરવિંદભાઈ નારણભાઈ પટેલ(અનિલમામા)ના નામની દરખાસ્ત સંસ્થા ડીરેકટર રમેશભાઈ પટેલ અને તેને સંસ્થાના ડીરેકટર હર્ષદભાઈ પટેલએ ટેકો જાહેર કરતા ઉપસ્થિત તમામ ડીરેકટરઓએ હર્ષોલ્લાસ તેમજ તાળીઓના ગડગડાટ સાથે તેમના નામની દરખાસ્ત વધાવી લીધી હતી.
ખેડુત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી, પંડવાઈના વાઇસ ચેરમેન તરીકે અરવિંદભાઈ નારણભાઈ પટેલ(અનિલમામા)ની સર્વાનુમતે તેમજ બિનહરીફ વરણી થયેલ હતી. સંસ્થાના ચેરમેનશ્રી તેમજ રાજય સરકારના રાજયકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ(સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ - સ્વતંત્ર હવાલો, વાહન વ્યવહાર - રાજયકક્ષા)એ તેમજ ઉપસ્થિત તમામ ડીરેકટરોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સંસ્થાના વાઇસ ચેરમેન અરવિંદભાઈ નારણભાઈ પટેલશુભેચ્છા પાઠવી હતી.