/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/maxresdefault-123.jpg)
પાલેજ-વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે વાજા પરિવાર યુ.કે. દુબઇ અને ઇન્ડિયાના સૌજન્યથી રવિવારના રોજ નિશુલ્ક નેત્ર રોગ નિદાન શિબિર યોજાઇ હતી. આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં અંદાજિત પાલેજ પંથકના ગામોના ૩૨૫ જેટલા ગરીબ વર્ગના દર્દીઓએ લાભ લીધો હતો.
આયોજિત આ શિબિરમાં ડો. રાજેશ પટેલ તથા તેઓની તબીબી ટીમે સેવાઓ આપી હતી. નેત્ર રોગ નિદાન શિબિરમાં ૧૦૦ જેટલા જરૂરતમંદ દર્દીઓને મોતીયાના ઓપરેશન નિશુલ્ક કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે ૮૦ જેટલા જરૂરતમંદોને નિશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરાયું હતું. પાલેજ - વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે વલણ ગામના બિન નિવાસી ભારતીયો દ્વારા સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ તેમજ નિશુલ્ક નેત્ર રોગ નિદાન શિબિરોનું આયોજન થતું રહે છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ ઉઠાવતા રહે છે.