પિતા-પુત્રનું 10 વર્ષે થયું મિલન, રાહુલ ગાંધીએ તંત્રની કામગીરના કર્યા વખાણ

New Update
પિતા-પુત્રનું 10 વર્ષે થયું મિલન, રાહુલ ગાંધીએ તંત્રની કામગીરના કર્યા વખાણ

રાજકોટ સમાજ સુરક્ષા વિભાગને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્ર લખીને કામને બિરદાવ્યું હતું

રાજકોટના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ઉત્તરપ્રદેશના એક પરિવાર સાથે તેના પુત્રનું મિલન કરવ્યું હતું. જેમની કામગીરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ બિરદાવી છે. ગત તારીખ 9 જૂનના રોજ રાજકોટના સ્પેશ્યલ હોમ ફોર બોયઝમાં રહેતા વિશાલ નામના યુવાનને સમાજ સુરક્ષા વિભાગ દ્રારા 10 વર્ષ પછી યુપીમાં રહેતા તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.

વિશાલ 8 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ ઠપકો આપતાં ઉત્તર પ્રદેશના ઇટાવા ગામમાંથી ગુમ થઇ ગયો હતો. જે રાજકોટ આવી પહોંચ્યો હતો. જો કે 10 વર્ષ સુઘી તેના પરિવારનો કોઇ જ પત્તો લાગ્યો ન હતો અંતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિશાલનું કાઉન્સેલીંગ કરીને તેના પિતાને શોધી કાઢ્યા હતા. 10 વર્ષ બાદ પિતા-પુત્રનું મિલન કરાવ્યું હતું.

સમાજ સુરક્ષા વિભાગની આ કામગીરીની કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંઘીએ નોંધ લીઘી હતી અને સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલાને પ્રશંશનીય પત્ર લખ્યો હતો. પત્રમાં રાહુલે સમાજ સુરક્ષા વિભાગની કામગીરીને બિરદાવી હતી. સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહે પણ રાહુલ ગાંઘીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories