સમગ્ર ઘટના સિનેમાના સી.સી.ટી.વી.માં કેદ
અમરેલી જીલ્લા ભાજપના અગ્રણીની સિનેમામાં ૮ ઇસમોએ સિનેમાના મેનેજરને પણ માર્યો બેફામ માર અને તોડી આંગળી
ગત તારીખ ૪થી જુલાઈના રોજ સાંજના પોણા આંઠ વાગ્યે સંજુ ફિલ્મના શોના ઇન્ટરવેલ દરમ્યાન એક શખ્સ પોપકોર્ન ગરમ છે, કે ઠંડા તેવી નજીવી બાબતે કેન્ટીનના કર્મચારીને તેની ફેંટ પકડીને માર માર્યો હતો. બાદમાં આ શખ્સ દ્વારા મોબાઇલથી કોલ કરીને અમરેલીના અશ્વમેઘ ગ્રુપના અન્ય અસામાજિક તત્વોને બોલાવ્યા હતા.
એ અરસા દરમયાન સિનેમાના મેનેજર હોબાળાના અવાજ સાંભળી નીચે આવ્યા હતા.ત્યારે સીનેમાં બહાર અસામાજિક તત્વોના ટોળાએ સિનેમાના મેનેજરને પણ બેફામ માર માર્યો હતો અને તેના કપડા પણ ફાડી નાંખ્યા હતા.બહારથી આવેલા ભાડુતી માણસોએ ઢીકાપાટું નો બેફામ માર માર્યો હતો જે સમગ્ર ઘટના એન્જલ સિનેમાના સી.સી.ટી.વી.માં કેદ થઇ ગઈ હતી.
સાંજના ઇન્ટરવેલના સમયમાં હર્ષ ગૌસ્વામી નામના શખ્સે પોપકોર્ન બાબતે માથાકૂટ કરીને પોતાના અશ્વમેઘ ગ્રુપના ભાડુતી અસામાજિક તત્વોને બોલાવ્યા હતા અને સિનેમાની નીચે મેનેજર ઉભેલા ત્યાં આ અસામાજિક તત્વોએ મેનેજરને વગર વાંકે બેફામ માર મારવાની ઘટના સી.સી.ટી.વી. માં કેદ થયેલી હતી જે અંગે મારખાનાર મેનેજર પીયાંસએ જણાવ્યું હતું.
અશ્વમેઘ ગ્રુપના રોહિત શેખવા સહિતના માથાભારે શખ્શોએ સિનેમાની નીચે અડધી કલાક સુધી દંગલ મચાવીને મેનેજરને બહાર કાઢીને માર માર્યો હતો જે નાગે પોલીસમાં ફરિયાદ પણ મેનેજરે આપી દીધી હતી હાથની આંગળી પર ફેકચર થયું ત્યાં સુધી અસામાજિક તત્વો એ માર માર્યો હતો જે નાગે એન્જલ સિનેમાના માલિકે જણાવ્યું હતું.
આ અશ્વમેઘ ગ્રુપના ૧૫૦ જેટલા ટપોરીઓમાં વધુ પડતા પોલીસપુત્ર હોવાથી કાયદાનો ડર અનુભવતા નથી ને છેલ્લા ઘણા સમયથી આવારાગર્દી, ગુંડાગર્દીની કામગીરી કરતા આવ્યા છે. પણ નવા પોલીસ અધિક્ષકે આ આવારા પોલીસ પુત્રોની શાન ઠેકાણે લાવીને કાયદાનું ભાન કરાવ્યું હતું. છ શખ્શો પોલીસની ગિરફતમાં આવી ગયા છે, પણ હજુ મુખ્ય સુત્રધાર રોહિત શેખવા પોલીસથી બચીને ફરાર છે જેની શોધખોળ પોલીસ તંત્રે આરંભી દીધી છે