પોરબંદરના દરિયાકાંઠે ૧૫૦૦ કિલો હેરોઈન સાથે બોટ તણાઈ આવી!

પોરબંદરના દરિયાકાંઠે ૧૫૦૦ કિલો હેરોઈન સાથે બોટ તણાઈ આવી!
New Update

બોટમાં રહેલા છ ૬ ક્રૂ મેમ્બરને બચાવવા રેસ્ક્યુ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું

પોરબંદરનાં દરિયાકાંઠે એક બોટ તણાઈ આવી છે. બોટનું લંગર છુટું પડતા આ બોટ પાણીના વહેણમાં દરિયાકાંઠે પહોંચી હતી. આ બોટ માંથી ૧૫૦૦ કિલો હેરોઈન પકડાયું હતું.

બોટનું નામ મારિયો હેનરી બોટ છે. જે દરિયાઈ મોજામાં તણાઈ આવી હતી. બોટના ૬ ક્રૂ મેમ્બરને બચાવી લેવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કિનારે તણાઈ આવેલી બોટમાં આજથી એક વર્ષ પહેલા ૧૫૦૦ કિલો હેરોઈન ઝડપાયું હતું.

ઘટનાની વિગત પ્રમાણે, પોરબંદરમાં ભારે વરસાદ છે અને દરિયો તોફાની બન્યો છે. દરિયામાં હાલ અતિભારે તોફાન જોવા મળ્યું છે. તે દરમિયાન આજે સવારના સમયે એક બોટ તણાઈ આવી છે. આ બોટ લાંગર છુટું પડતા પાણીના વહેણમાં દરિયાકાંઠે આવી પહોંચી હોવાનું કહેવાય છે. જ્યારે આજે વહેલી સવારે બોટ ભારે તોફાની દરિયામાં જેટી પરથી તણાઈ આવી.

બોટમાં રહેલા છ ૬ ક્રૂ મેમ્બરને બચાવવા રેસ્ક્યુ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર કોસ્ટ ગાર્ડના હેલિકોપત્ર દ્રારા રેસ્ક્યુ કરી ક્રુ મેમ્બર્સને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તણાઈ આવેલી આ બોટનું નામ હેનરી છે. પોરબંધરના સમુદ્ર કિનારે તણાઈ આવેલી આ એ જ બોટ છે કે જેમાં આજથી એક વર્ષ પહેલા મધ દરિયામાં બાતમીના આધારે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડનાં સયુક ઓપરેશન ઝડપી પાડવામાં આવી હતી. બોટની ઉપરાંત એમાં રહેલા ૧૨ જેટલા ખલાસીઓ પણ ઝડપાયા હતા. આ બોટમાંથી ૧૫૦૦ કિલો હેરોઈન પણ ઝડપાયું હતું.

આ બોટ જાણીજોઈને કિનારે પહોચાડી છે કે પછી ખરેખર તોફાની દરિયો જ તેને ખેંચી લાવ્યો છે તે પણ એક તપાસનો વિષય છે. હાલતો આ બોટ તણાઈ આવતા સ્થાનિકો બોટને જોવા ઉમટી પડ્યા છે.

#Connect Gujarat #Rain #News #Beyond Just News #Monsoon 2018
Here are a few more articles:
Read the Next Article