પ્રતિક ગાંધી ગુજરાત-11 બાદ હવે લવની લવ સ્ટોરીમાં પાથરશે અભિનયના ઓજસ
ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ સ્પોર્ટસ આધારિત ફિલ્મ ગુજરાત-11ની સફળતા બાદ ઇન્ડસ્ટ્રીઝના યુવા સ્ટાર પ્રતિક ગાંધી નવા વર્ષ 2020માં વધુ એક ફિલ્મ સાથે દર્શકોને મનોરંજન પુરૂ પાડવા માટે સજજ બન્યો છે.
પ્રતિક ગાંધી અને દિક્ષા જોશી અભિનીત ફિલ્મ ‘લવની લવ સ્ટોરી’ 21 જાન્યુઆરીના રોજ રીલીઝ થઇ રહી છે. થોડા સમય પહેલાં રીલીઝ થયેલી ગુજરાત- 11 ફીલ્મમાં બોલીવુડની સ્ટાર ડેઇઝી શાહ સહિત પ્રતિક ગાંધી અને કવન દવે સહિતના કલાકારોના અભિનયના દર્શકોએ ભરપેટ વખાણ કર્યા હતાં. લવની લવ સ્ટોરી ફિલ્મને દુર્ગેશ તન્નાએ ડિરેક્ટ કરી છે. તેમણે આ પહેલા ‘છુટી જશે છક્કા’ ફિલ્મ ડીરેક્ટ કરી છે.
‘લવની લવ સ્ટોરી’ ફિલ્મ જીવનમાં સંઘર્ષ કરી રહેલ યુવાનની લવ સ્ટોરી પર આધારીત છે. આ ઉપરાંત ફીલ્મમાં વ્યોમા નંદી, હાર્દિક સાંગાણી અને શ્રદ્ધા ડાંગર પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સંગીત સંગીતકાર પાર્થ ભરત ઠક્કરએ આપ્યું છે અને ગીતો નિરેન ભટ્ટે લખ્યા છે. નિરેન ભટ્ટે આ પહેલા બોલીવુડ અને ગુજરાતની જાણીતી ફિલ્મમોમાં કામ આપી ચુક્યા છે.