/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-203.jpg)
2019ની લોકસભા ચૂંટણી નજીક છે એક પછી એક ભાજપના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો રહ્યો છે ત્યારે આ વખતે બારડોલી લોકસભા માટે હેમાંગી બેન ગરાસિયાને ટિકિટ આપવા આવે તેવી લોકમાંગ જોવા મળી છે
બારડોલી લોકસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું છે ભાજપના પ્રભુભાઈ વસાવા અહીં બે ટર્મથી ચૂંટાઈ રહ્યા છે પરંતુ આ વખતે બારડોલીમાં પણ વિરોધનો સુર જોવા મળી રહ્યો છે બારડોલીની અનેક સોસાયટીમાં પણ બેનરો લાગી લોકોએ વિરોધ નોંધવ્યો છે ત્યારે સૌ કોઈની નજર હવે કોંગ્રેસ બેઠક પર જોવા મળી રહી છે કોંગ્રેસ તરફી આ વખતે હેમાંગી બેન ગરાસિયાને ટિકિટ આપવાની માંગ ઉઠી છે
બારડોલી લોકસભા બેઠક પર હેમાંગી બેન ગરાસિયા ને ટીકીટ મળે એવી માંગ સાથે કાર્યકર્તા તેઓના સમર્થનમાં ઉતર્યા છે લોકોએ, સરપંચએ જણાવ્યું હતું કે હેમાંગી બેન ગરાસિયા કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકર છે દરેક કાર્યક્રમ અને લોકોના પ્રશ્નોને લઈને તેઓ અવાજ ઉઠવતા રહ્યા છે બીજી તરફ જાતિવાદ સમીકરણ પણ અહીં મહત્વનું રહ્યું છે અહીં એસ.ટી.એસ.સી વર્ગ બહોળી સંખ્યામાં છે ત્યારે આ વખતે મહિલા ઉમેદવારને ટિકિટ મળે તેવી માંગ પણ ઉઠી છે.
જ્યારે જ્યારે હેમાંગી બેન ને જણાવ્યું હતું કે હું પાર્ટીમાં ઘણા સમયથી સક્રિય છું કાર્યકર્તા લોકો સાથે મળીને ચાલુ છું જો કોંગ્રેસ પાર્ટી ટીકીટ આપે તો હું જીતીને બતાવીશ.