Connect Gujarat
દેશ

‘બિગેસ્ટ મોલ’ થયો સીઝ, બિહારમાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી

‘બિગેસ્ટ મોલ’ થયો સીઝ, બિહારમાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી
X

આરોપ છે કે રેલ મંત્રી રહેતા લાલુ યાદવે આ મોલની જમીન રેલવેને બે હોટલો લીઝ પર આપવાના અવેજમાં લીધો હતો.

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તથા RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલી દૂર થતી નથી. લાલુ યાદવ ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યાં છે. હવે EDએ પટનામાં તેમના પરિવારનો મોલ સીઝ કરી દીધો છે. આરોપ છે કે રેલ મંત્રી રહેતા લાલુ યાદવે આ મોલની જમીન રેલવેને બે હોટલો લીઝ પર આપવાના અવેજમાં લીધો હતો.

પટનાના દાનાપુરમાં બની રહેલા મોલ પર પર્યાવરણ મંત્રાલય પહેલા જ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. તેજસ્વી યાદવ અને રાબડી દેવીના નામ પર આ મોલ છે. આશરે 6 વિઘા જમીન પર 750 કરોડના ખર્યો બહુમાળી મોલ બનાવવાનો હતો. આરોપ છે કે, રેલ મંત્રી રહેલા લાલુ યાદવે રાંચી અને પુરીમાં રેલવેને બે હોટલોમાં લીઝ પર આપવાના બદલામાં આ જમીનની નોંધણી પોતાનના પરિવારના નામે કરાવી હતી. આ મોલના નિર્માણમાં માટી કૌભાંડનો આરોપ પણ લાલુના પરિવાર પર લાગ્યો હતો.

Next Story