/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/sddefault-20.jpg)
અંદાજે ૬૫૦૦ જેટલાં લોકોએ સંગીતના તાલે યોગનું નિદર્શન રજૂ ર્ક્યુ
આજે ૨૧ મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણી ભરૂચ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. હળવી કસરત સાથે મહાનુભાવો સહિત અંદાજે ૬૫૦૦ જેટલાં લોકોએ સંગીતના તાલે યોગનું નિદર્શન રજૂ ર્ક્યુ હતું.
સહકાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભારતની પૌરાણિક પરંપરા યોગને સમગ્ર વિશ્વમાં ધર્મ, સરહદો અને મતભેદોના બાધ વિના આજનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે. જેનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. દુનિયા અને યોગ એ તો ભારતની દેણ છે અને સમગ્ર વિશ્વ આજે યોગ દિવસની ઉજવણી કરી રહયું છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી શરૂ થયેલી યોગ પ્રક્રિયા નિરંતર ચાલુ રહે તેવી અપેક્ષા સેવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે આગેવાન પદાધિકારીઓએ યોગ નિદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લામાં યોગામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ મીર જીતેન્દ્રભાઇ પટેલ, ફોરમ ભરતભાઇ પટેલ, યશ જશવંતભાઇ પટેલ, ક્રિષ્ના જીતેન્દ્રભાઇ પટેલનું પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.