ભરૂચ : અંકલેશ્વરમાં આમલાખાડી ઓવરફલો, પીરામણ અંડરબ્રિજ થયો બંધ

New Update
ભરૂચ : અંકલેશ્વરમાં આમલાખાડી ઓવરફલો, પીરામણ અંડરબ્રિજ થયો બંધ

અંકલેશ્વર શહેરમાં સતત વરસી રહેલાં વરસાદની અસર હવે જનજીવન પર જોવા મળી રહી છે. આમલાખાડી ઓવરફલો થતાં પાણી ફરી વળવાના કારણે પિરામણ અંડરબ્રિજ બંધ થઇ ગયો છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહયાં છે અને તેમાંથી ભરૂચ જિલ્લો પણ બાકાત રહયો નથી. અંકલેશ્વર શહેરમાં પણ સતત વરસી રહેલાં વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થઇ રહયો છે. રવિવારના રોજ સવારથી અંકલેશ્વરમાં વરસાદ વરસી રહયો છે જેના પગલે બપોર બાદ આમલાખાડી ઓવરફલો થઇ હતી. આમલાખાડીના પાણી પીરામણ અંડરબ્રિજમાં પહોંચી ગયાં હતાં. વાહનો ડુબી જાય તેટલા પાણી ભરાય જતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જેના પગલે વાહન ચાલકોને ફેરાવો થયો હતો. બીજી તરફ વરસાદના કારણે જનજીવન પર અસ્તવ્યસ્ત બની ગયું છે અને રસ્તાઓમાં વાહનો અને લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહયો છે.

Latest Stories