/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-97.jpg)
રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં વાહનચાલોકો અટવાયા, ઘરોમાં ઘૂસ્યા પાણી
ભરૂચ-અંકલેશ્વર સહિત નર્મદા જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદનાં પગલે રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં વાહનચાલકો અટવાયા હતા. સવારથી જ શાળાએ જતાં બાળકો અને નોકરિયાત વર્ગને ભારે તકલીફ પડી હતી. ક્યાંક વરસાદનાં કારણે ઝાડ પડતાં રસ્તાઓ બ્લોક થયા હતા તો ક્યાંક વાહનો બંધ પડી જવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. માર્ગો ઉપર અંદાજે બે ફૂટ જેટલાં પાણી ભરાયા હતા.
વહેલી સવારથી વરસાદે આગમન કરતાં ઠેર ઠેર પાણી ભરાતાં સોસાયટી વિસ્તારોમાં પણ નદી જેવો માહોલ સર્જાયો હતો. સોસાયટી વિસ્તારોમાં પાણીનો ફ્લો વધતાં ઘરોમાં પણ પાણી ભરાયા હતા. તો વરસાદને પગલે વીજળી ડુલ થતાં અંધારપટ છવાયો હતો. અંકલેશ્વર અને ભરૂચમાં વરસાદને પગલે માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. સાથે વરસાદને પગલે વાહન ચાલકોને લાઈટના સહારે વાહન ચલાવવાની ફરજ પડજી હતી. નોકરી ઉપર જવા નીકળતા લોકો પણ અટવાઈ પડ્યા હતા.