Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કૃત્રિમ કુંડમાં વિસર્જીત શ્રીજી પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ

ભરૂચ : કૃત્રિમ કુંડમાં વિસર્જીત શ્રીજી પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ
X

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં કૃત્રિમ કુંડમાં વિસર્જીત કરવામાં આવેલી શ્રીજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભરૂચમાં લોકમાતા નર્મદા મૈયાને પ્રદુષિત થતી અટકાવવા માટે દરવર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર નજીક સાંઇ મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. વહિવટી તંત્ર દ્વારા કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરાયલી મુર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઘાટ ખાતે માત્ર માટીની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા દેવામાં આવ્યું હતું. જ્યારે પાંચ ફૂટ જેટલી મોટી પીઓપીની મુર્તિઓનું ઝાડેશ્વર ખાતે સાંઇ મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવી હતી. કુત્રિમ કુંડમાં વિસર્જન કરાયેલી પ્રતિમાઓનો નિકાલ કરવાની કવાયત વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. શ્રીજી પ્રતિમાઓને એક પછી એક ટેમ્પા સહિતના વાહનોમાં મુકવામાં આવી હતી.

Next Story