ભરૂચ : જમીન પરત મેળવવા ધકકા ખાઇ ખેડુત કંટાળ્યો, હવે માંગી રહયો છે ભીખ

New Update
ભરૂચ : જમીન પરત મેળવવા ધકકા ખાઇ ખેડુત કંટાળ્યો, હવે માંગી રહયો છે ભીખ

ભરૂચનો ખેડૂત પોતાની જમીન પરત મેળવવા વકીલ ની ફી એકત્ર કરવા ભીખ માંગવા મજબુર બન્યો હોવાની ઘટના સામે આવી છે. ન્યાય મળેવવા ભીખ આપોનું બોર્ડ ગળા માં લગાવી ભીખ માંગી રહેલા ખેડુતની આખરે પોલીસે અટકાયત કરી લીધી હતી.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર માં રહેતા ખેડૂત ની સુરતના કામરેજ તાલુકામાં આવેલી ૧૧ વીંઘા જમીન અધિકારીઓ અને તલાટીઓ સહિત લાગતા વળગતા લોકોએ જમીન કોઈ ટ્રસ્ટ ના નામે ચઢાવી પચાવી પાડી હોવાના આક્ષેપો થઇ રહયાં છે. ઉચ્ચકક્ષાએ લેખિત ફરિયાદ કરવા છતાં ન્યાય ન મળતા સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવવા માટે વકીલ ની ફી ના રૂપિયા એકત્ર કરવા માટે ભરૂચ ના રેલવે સ્ટેશન સ્થિત હાથમાં કટોરો લઈ ભીખ માંગવા બેસી જતા પોલીસે તેની અટકાયત કરી હતી અને તેને સ્વૈચ્છીક ઈચ્છા મૃત્યુની માંગ પણ કરી છે.