ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની વરણી

New Update
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની વરણી

ગુજરાતનાં પ્રભારી અશોક ગેહલોતે 12 જિલ્લાના પ્રમુખની જાહેરાત કરી હતી

કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જિલ્લા પ્રમુખની વરણીની જાહેરાત કરવામાં આવી છે. 12 જિલ્લાનાં બાકી રહેલા જિલ્લા પ્રમુખની આજરોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલસિંહ રણાની વરણી કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખની જાહેરાત થતાં તેમનાં કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.publive-imageકોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સંગઠનમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તો કેટલાંક અગ્રણીઓ પોતાની નારાજગી પણ દર્શાવી રહ્યા છે. તેવામાં આજરોજ ગુજરાતનાં પ્રભારી અશોક ગેહલોત દ્વારા રાજ્યનાં 12 જિલ્લામાં કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પરિમલસિંહ રાણાની પસંદગી થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Latest Stories